Vibrant Gujarat 2024 MoU Signed: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 એ ગુજરાતમાં મૂડીરોકાણના નવા સિમાચિહ્ન સ્થાપિત કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024માં રેકોર્ડ 26.33 લાખ કરોડના એમઓયુ કર્યા છે, જે અંતર્ગત રાજ્યમાં 41,299 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે અથવા નવું રોકાણ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર એકાઉન્ટ પર વાઇબ્રન્ટ ગુજરાત 2024ના એમઓયુ વિશે કરાયેલી પોસ્ટમાં આ માહિતી મળી છે.
વાઇબ્રન્ટ ગુજરાત 2024માં રેકોર્ડ 26.33 લાખ કરોડના એમઓયુ (Vibrant Gujarat 2024 MoU Signed)
ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ અને વિદેશમાંથી વિવિધ રાષ્ટ્રોના વડાઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિર રહ્યા હતા અને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા સમજૂતી કરાર પણ હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર એકાઉન્ટ @Bhupendrapbjp પર પોસ્ટ કરાયેલા ટ્વિટમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી 2024માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટની 10મી સમિટમાં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024માંમાં 140 થી વધુ દેશોના 61,000 ડિલી ગેટ્સ આવ્યા હતા.
નોંધનિય છે કે, કોરોના મહામારીના કારણે વર્ષ 2022માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. જો કે તેમાં 57,241 પ્રોજેક્ટમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા.
ચાર વર્ષમાં ગુજરાતમાં 45 લાખ કરોડના એમઓયુ થયા
આ પણ વાંચો | વિશ્વમાં દોડશે મેડ-ઇન ઇન્ડિયા ઇ-કાર; ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે
આમ વર્ષ 2022 અને વર્ષ 2024ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આંકડાની ગણતરી કરીયે તો ગુજરાતમાં જંગી મૂડીરોકાણના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં કુલ 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડ રૂપિયાથી વધારે રોકાણના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.