Vibrant Gujarat: ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક 43 હજાર ડોલર થશે; રાજ્યના 25 વર્ષના વિકાસનો રોડ મેપ તૈયાર

CM Bhupendra Patel In Vibrant Gujarat 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047 રોડ મેપ લોન્ચ કર્યું છે. જેમાં રાજ્યના 25 વર્ષના વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

CM Bhupendra Patel In Vibrant Gujarat 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047 રોડ મેપ લોન્ચ કર્યું છે. જેમાં રાજ્યના 25 વર્ષના વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vibrant Gujarat 2024 | CM Bhupendra Patel | Gujarat CM Bhupendra Patel | State Vision Document Gujarat @2047 | Vibrant Gujarat Global Summit 2024

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ‘વિકસિત ગુજરાત @ 2047’ ના રોડમેપને દર્શાવતા ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. (Photo - @CMOGuj)

State Vision Document Gujarat @2047:વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 25 વર્ષમાં ગુજરાતના વિકાસ માટેનો રોડ મેચ રજૂ કર્યો છે. “સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન, નીતિ આયોગનાં સીઇઓ બ્રમણ્યમ હાજર હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં આ ડોક્યુમેન્ટ લોંચ કરતી વખતે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવા ગુજરાત સરકાર સપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Advertisment

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ સહિત પાછલાં બે દાયકામાં વિકાસનાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યાં છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટ અપ રેન્કીંગમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર છે એટલું જ નહીં સૌથી વધુ કાર્ગો હેન્ડલીંગ કરતું રાજ્ય હોવા સાથે દેશનાં ઇન્ડસ્ટ્રીયલ આઉટમાં 15 ટકા અને એક્સપોર્ટમાં 33 ટકા યોગદાન આપે છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનું આ વિકાસ મોડેલ પીએમ મોદીનાં માર્ગદર્શનમાં ઉભું થયું છે. તેમણે હવે દેશનાં અમૃતકાળ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ રાખી છે તેમાં ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટનાં આ લોચિંગથી અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે.

Advertisment

ભારતનું જીડીપીમાં ગુજરાતનું આઠ ટકા યોગદાન

મુખ્યમંત્રીએ ગુજરાતે વિકસીત ભારત @ 2047માટે વિકસીત ગુજરાતની જે સંકલ્પના આપી છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતે જીએસડીપી 2047 સુધીમાં 3.5 લાખ કરોડ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. દેશની કુલ જનસંખ્યાનાં પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત અત્યારે દેશની જીડીપીમાં સાડા આઠ ટકાનું યોગદાન આપે છે એવું તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક 43 હજાર ડોલર લઇ જવાનો લક્ષ્યાંક

ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2047 સુધીમાં 38થી 43 હજાર ડોલર લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમજ રોજગારી સર્જનમાં મહિલાઓની ભાગીદારી હાલના 42 ટકા થી વધારીને આગામી 25 વર્ષમાં 75 ટકાએ લઇ જવાની નેમ છે.

CM Bhupendra Patel | CM Bhupendra Patel In Vibrant Gujarat | Vibrant Gujarat Global Summit 2024 | VGGS 2024 | Gujarat CM Bhupendra Patel
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે 2024ને સંબોધન કર્યુ હતું. (Photo - @CMOGuj)

ગુજરાત 2047માં નેટ ઝીરો એમિશન રાજ્ય બનશે

પીએમ મોદીએ ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યૂઅલ પરનું ભારણ ઘટાડવા 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો એમિશનનો લક્ષ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત આ સંકલ્પમાં અગ્રેસર રહીને 2047 સુધીમાં નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાના પ્રયત્નશીલ છે. તેમણે આ ડોક્યુમેન્ટ તૈયાર કરવા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામજીનાં સતત મળેલાં માર્ગદર્શન અને નીતિ આયોગથી મળેલાં સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસીત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટ વિવિધ સ્ટેક હોલ્ડર્સ, થીંકર્સ અને પોલિસી મેકર્સ સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને નીતિઓ અને કાર્યક્રમો ઘડવામાં આ ડોક્યુમેન્ટ સહાયક બનશે

,

વિકસીત ગુજરાત @ 2047 માટે નિર્ધારીત કરેલાં લક્ષ્યાંકો

ગુજરાતની જીએસડીપી 3.5 લાખ કરોડ ડોલર સુધી લઇ જવાશે
માથાદીઠ વાર્ષિક આવક 38 થી 40 હજાર ડોલર કરાશે
નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાની નેમ
રોજગારી સર્જનમાં મહિલાઓની ભાગીદારી 75% સુધી લઈ જવાનું લક્ષ્ય
સુદ્રઢ આરોગ્ય માળખાકીય સેવાઓથી નાગરિકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષની વય સુધી લઈ જવાની નેમ

આ પણ વાંચો | વિશ્વમાં દોડશે મેડ-ઇન ઇન્ડિયા ઇ-કાર; ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે

ભારતની કુલ ગ્રોસ વેલ્યૂ એડિશનમાં ગુજરાતનો 19 ટકા હિસ્સો : નિર્મલા સીતારમન

આ પ્રંસગે નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, 21મી સદી ભારતની છે. નજીકના ભવિષ્યમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી પહોંચવા સક્ષમ બની રહેશે કારણ કે ભારતના લોકોએ કોવિડ પછી પડકારોનો સામનો કર્યો છે અને મજબૂત પાયા ઉપર આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

તેમણે દેશની જીડીપી પાંચ ટ્રીલીયન ડોલરને પાર કરી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટેના પાંચ મુખ્ય આધારોની વિસ્તૃત વાત કરીને જણાવ્યું હતું કે, દેશની કુલ ગ્રોસ વેલ્યુ એડિશન જેમાં 19 ટકા ગુજરાતમાંથી આવે છે. ગુજરાત ઝડપથી આગળ વધી રહેલું એક રાજ્ય છે અને 12% CAGR વધી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત નિર્મલા સીતારમણ ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત