Vibrant Gujarat Global Summit 2024 | ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ, આગામી 25 વર્ષના લક્ષ્ય પર કામ : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં ઉપસ્થિત તમામ મહેમાનોને સંબોધ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદે વાઇબ્રન્ટ સમિટના તમામ પાસાઓ ઉપર વાત કરી હતી. અને મહેમાનોનું અભિવાદન પણ કર્યું હતું.

Written by Ankit Patel
Updated : January 10, 2024 14:09 IST
Vibrant Gujarat Global Summit 2024 | ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ, આગામી 25 વર્ષના લક્ષ્ય પર કામ : પીએમ મોદી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

Vibrant Gujarat Global Summit 2024, PM modi Speech : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાષ્ટ્ર પ્રમુખોના સંબોધન પુરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં ઉપસ્થિત તમામ મહેમાનોને સંબોધ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદે વાઇબ્રન્ટ સમિટના તમામ પાસાઓ ઉપર વાત કરી હતી. અને મહેમાનોનું અભિવાદન પણ કર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક સમય પહેલા જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે 20 વર્ષ પુરા કર્યા છે. પાછલા 20 વર્ષોમાં આ સમિટે નવા વિચારોના પ્લેટફોર્મ આપ્યા છે. અને રોકાણ અને રિટર્ન માટે નવો ગેટવે બનાવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વખતની થીમ છે ગેટવે ટૂ ધ ફ્યૂટર . 21મી સદીની દુનિયાનું ભવિષ્ય આપણા સાથેના પ્રયાસોથી જ ઉજ્જવળ બનશે. ભારતે પોતાના જી20 અધ્યક્ષતા દરમિયાન પણ વૈશ્વિક ભવિષ્ય માટે એક રોડ મેપ આપ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ અમે આ વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ- Vibrant Gujarat Global Summit 2024 | વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : ગૌતમ અદાણી ગુજરાતમાં ક્યાં, કેટલુ અને કયા સેક્ટરમાં કરશે રોકાણ?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યો છે. આજ ભારતે વિશ્વને એ વિશ્વાસ અપાવ્યો છે કે અમે ભાગીદારી લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની નિષ્ઠા, ભારતના પ્રયાસ અને ભારતનો પરિશ્રમ આજે દુનિયાને વધાર સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યો છે.

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાન પર હતું. આજે દરેક પ્રમુખ એજન્સીઓનું અનુમાન છે કે આવનારા વર્ષોમાં ભારત દુનિયાની મુખ્ય ત્રણ અર્થવ્યવસ્થા હશે. દુનિયાભરના લોકોને પોતાનું વિશ્લેષણ કરી દીધું છે. પરંતુ આ મારી ગેરેન્ટી છે કે આવું થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ