/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Vibrant-Gujarat-Global-Summit-2024-Electric-Vehicle.jpg)
ઇલેક્ટ્રિક વ્હીકલ ઇ-કારની પ્રતિકાત્મક તસવીર અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો ટેબ્લો. (Photo - Freepik / @thetanmay_)
Vibrant Gujarat Global Summit 2024 MoU Signed: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભારત અને વિદેશી કંપનીઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી સહિત વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વાગશે. હવે ગુજરાતમાં બનેલા મેડ- ઇન્ડિયા ઇલેક્ટ્રિક વ્હીકલ ભારત સહિત દુનિયાભરના રસ્તાઓ પર દોડશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘણી કંપનીઓએ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. જાણો કઇ કંપની ગુજરાતમાં ઇળેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન કરશે
મારૂતિ સુઝુકી ગુજરાત પ્લાન્ટમાં 35000 કરોડનું રોકાણ કરશે (Maruti Suzuki Auto Plant In Gujarat)
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ ટોશીહીરો સુઝુકીએ જણાવ્યું કે, મારૂતિ સુઝુકી ઈન્ડિયા ગુજરાતમાં પોતાના બીજા કાર પ્લાન્ટમાં 35000 કરોડ રૂપિયા (4.2 અબજ ડોલર)નું રોકાણ કરશે. તદ્દઉપરાંત હાલા ઓટો મેન્યુફેક્ચરિં પ્લાન્ટમાં નવી પ્રોડક્શન લાઇનનો ઉમેરો કરશે.
In the last years under the constant support of PM modi, Indias automobile market has grown steadily and in the last few years it has become the largest market in south east Asia.
- Mr. Toshihiro Suzuki
President, Suzuki Motor Corporation@Maruti_Corp#VibrantGujarat2024pic.twitter.com/7R1CmcynrF— Vibrant Gujarat (@VibrantGujarat) January 10, 2024
ગુજરાતમાં મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કાર બનશે, જાપાનમાં પણ નિકાસ થશે (Maruti Suzuki Electric Vehicle Plant)
મારૂતિ સુઝુકી ગુજરાત પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્શન કરવાની તૈયારી કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ ટોશીહીરો સુઝુકીએ જણાવ્યું કે, ગુજરાત હાલના પ્લાન્ટમાં મારૂતિ પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલનું વર્ષના અંત સુધીમાં પ્રોડક્શન શરૂ કરવાની યોજના છે. આ ઇલેક્ટ્રિક કાર ભારત અને યુરોપમાં વેચવામાં આવશે. ઉપરાંત ગુજરાત પ્લાન્ટમાં બનેલી મેડ-ઇન ઇન્ડિયા ઇ-કારની જાપાનમાં પણ નિકાસ કરાશે, આ પહેલી ઘટના હશે જ્યારે ભારતમાં બનેલી મારૂતિની કાર તેના પેરન્ટ કંપનીના મૂળ દેશમાં નિકાસ કરવામાં આવશે.
મારુતિ 40 ટકા બજાર હિસ્સેદારી સાથે દુનિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી ઓટો કંપની છે અને તેણે વર્ષ 2030 સુધીમાં 6 ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેમણે ઉમેર્યું કે, 10 વર્ષ પહેલાંની સરખામણીમાં અમે ચાલુ નાણાકીય વર્ષમાં વાહનના પ્રોડક્શનમાં 1.7 ગણું અને નિકાસમાં 2.6 ગણી વૃદ્ધિ થવાની અપેક્ષા રાખીએ છીએ. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030-31 સુધી વાાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 40 લાખ યુનિટ સુધી વધારવાની છે. કંપનીના વડાએ કહ્યુ કે, ઓટો પ્લાન્ટની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.
આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત પર કરોડોના રોકાણની ધનવર્ષા, જાણો કઇ કંપની ક્યાં અને કેટલું રોકાણ કરશે
જેન્સોલ એન્જિનિયરિંગ ગુજરાતમાં EV પ્લાન્ટ સ્થાપશે (Gensol Engineering MoU Signed Vibrant Gujarat)
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એક દિવસ પહેલા જેન્સોલ એન્જિનિયરિંગ કંપનીએ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટ સ્થાપવાની ઘોષણા કરી છે. કંપની ઇવી પ્લાન્ટ સ્થાપવા માટે 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ માટે કંપનીએ ગુજરાત સરકારે સાથે એમઓયુ પણ હસ્તાક્ષર કર્યા છે. આ મૂડીરોકાણથી રાજ્યમાં લગભગ 1500 નોકરી ઉભી થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us