( Parimal A Dabhi) Vibrant Gujarat Global Summit 2024: ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે જેમાં 21 દેશો પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનશે. આ 21 દેશોમાં રશિયા, તિમોર લેસ્ટે, સાઉદી અરેબિયા અને ઓછામાં ઓછા નવ આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે.
કેનેડા, જે 2011થી વાઈબ્રન્ટ સમિટનું મહત્વપૂર્ણ અને નિયમિત પાર્ટનર છે, તે એવા 34 પાર્ટનર કન્ટ્રીઝની યાદીમાં સામેલ નથી જેમણે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

સિંગાપોર મોટા પાર્ટનગર તરીકે પરત ફર્યુ છે, તે છેલ્લે 2017માં પાર્ટનર બન્યું હતું, અને ગુજરાતમાં હાજરી ધરાવતી નવ મોટી કંપનીઓનું પ્રદર્શન કરતા સમર્પિત પેવેલિયનનું આયોજન કરશે.
શનિવારે સિંગાપોર હાઈ કમિશન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હાઈ કમિશનર, સિમોન વોંગ, અધિકારીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિમાં લગભગ 100 બિઝનેસ ડેલિગેટ્સ”નું નેતૃત્વ કરશે. તેંણે ગુજરાતમાં ખાસ કરીને “ગ્રીન ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી સેક્ટર”માં તેના રોકાણના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. “તેઓ (વોંગ) ગુજરાત અને સિંગાપોર વચ્ચે અંતરિક્ષ, અને ગિફ્ટ સિટી અને આગામી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા તકોના નવા ઝોનમાં રોકાણ જેવા પરસ્પરના લાભદાયક નવા ક્ષેત્રો વિશે જણાવશે.”
સિંગાપોરના બિઝનેસ ડેલિગેશનમાં ફાઇનાન્સ, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં ડીબીએસ, સેમ્બકોર્પ, વાયસીએચ અને બ્લુ પ્લેનેટ જેવી કંપનીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. નિવેદનમાં જણાવાયું છે કે, “આ કંપનીઓ ગુજરાતમાં તેમનું રોકાણ વધારવાની પણ યોજના ધરાવે છે.”
અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ) એસજે હૈદરે શનિવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટનર દેશોની સંખ્યા આ વર્ષે “એક કે બે” વધી શકે છે.
શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં, હૈદરે કહ્યું હતું કે “વિદેશ મંત્રાલયના સૂચન મુજબ” પાર્ટનરોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સમિટમાં આમંત્રિત કરાયેલા 40 થી 42 દેશો તરફથી ગુજરાતને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
ગયા મહિને, જ્યારે પૂછવામાં આવ્યું કે કેનેડા અને અમેરિકા દ્વારા શીખ અલગતાવાદીઓની હત્યાના ષડયંત્રના આરોપો વાઈબ્રન્ટ સમિટમાં તેમની પાર્ટનરશીપને પ્રભાવિત કરી શકે છે, ત્યારે કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું: “સરકારી સ્તરે, તે આધાર રાખે છે કે અમે કોને આમંત્રણ આપીએ છીએ… સરકાર ગુજરાત જવાબ આપી શકે છે (દેશોને આમંત્રણ પર). હું કોઈ રાજકીય અર્થઘટન કરીશ નહીં.
અગાઉ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, રૂષિકેશ પટેલના કાર્યાલયે કહ્યું હતું: “અમે કેનેડા હાઈ કમિશનને આમંત્રણ મોકલ્યું છે અને (આમંત્રણ પ્રાપ્ત થયાની) લેખિત સ્વીકૃતિ પણ મળી છે.”
જો કે પ્રતિનિધિઓને ફોન કોલ્સ, અને કેનેડિયન હાઈ કમિશનને લખવામાં આવેલ ઈમેલનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.
હાલમાં પ્રાગી જેલમાં રહેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા, ચેક સત્તાવાળાઓ સાથે અમેરિકા તરફથી પ્રત્યાર્પણની અરજી પેન્ડિંગ છે, તેનો ઉલ્લેખ મેનહટનની ફેડરલ કોર્ટમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપમાં જોવા મળ્યો છે, જ્યાં તે હત્યાના આરોપોનો સામનો કરી રહ્યો છે. ખાલિસ્તાન અલગતાવાદી નેતા ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવાના કથિત ષડયંત્રમાં તેનું નામ સંડોવાયું છે.
કેનેડા તેના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાના આક્ષેપ કર્યા બાદ બંને દેશ વચ્ચે સંબંધ વણસ્યા છે.
આ પણ વાંચો | અમદાવાદ : 70 વર્ષના વૃદ્ધે પત્નીની કારમાં ‘જીપીએસ ટ્રેકર’ લગાવ્યું, પોલીસે કરી ધરપકડ, શું છે કેસ?
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે કેનેડા વર્ષ 2011થી જોડાયું છે, તે જાપાન પછી આ ઇવેન્ટમાં પાર્ટનગ તરીકે જોડાનાર માત્ર બીજો દેશ છે. ત્યારથી, તે VGGS – 2013, 2015, 2017 અને 2019 ની ચાર સિઝનમાં પાર્ટનર દેશ તરીકે સામેલ છે. પાર્ટનર કન્ટ્રી અન્ય સહભાગી દેશોથી અલગ પડે છે કારણ કે તેઓ VGGS પર ઔદ્યોગિક સંભવિતતા અને તકોને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ લાભો મેળવે છે.





