વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 : 34 દેશ કન્ટ્રી પાર્ટનર, PM મોદી રહેશે હાજર, 3 દિવસમાં 1 લાખ લોકો આવશે, અહીં વાંચો બધું જ

Vibrant Gujarat Summit 2024, PM modi Gujarat visit : ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને આ વખતે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ઉપસ્થિત રહેવાના છે.

Vibrant Gujarat Summit 2024, PM modi Gujarat visit : ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને આ વખતે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ઉપસ્થિત રહેવાના છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Vibrant Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પહેલીવાર 21 દેશો ગુજરાત સરકાર સાથે પાર્ટનર બનશે

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, Express photo

Vibrant Gujarat Summit 2024, PM modi Gujarat visit : કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરી રહી છે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને આ વખતે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિતના અન્ય કેટલાક દેશોના દિગ્ગજો ગુજરાતનાં મહેમાન બનશે. આટલું જ નહીં કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો ગાંધીનગર આવશે. આ આયોજનમાં અંદાજિત 1 લાખ મહેમાનો સામેલ થવાની આશા છે.

Advertisment

9 જાન્યુઆરીએ ગુજરાતઆવશે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં પહેલાં વૈશ્વિક વેપાર શોમાં હાજરી આપશે. આ પછી બીજા દિવસે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરશે.

રશિયાના 200 અધિકારી અને બિઝનેસમેન રહેશે હાજર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયાના 200 અધિકારી અને ઉદ્યોગપતિ હાજ રહેશે. તેની આગેવાની ત્યાંના વરિષ્ઠ મંત્રી કરશે. જે અધિકારી સમિટમાં આવી રહ્યા છે તેઓ પૂર્વ રશિયાના વિસ્તારોના ગવર્નર છે. ભારતની ગત વર્ષોમાં સુદુર-પૂર્વ રશિયામાં હાજરી વધી છે. વ્લાદિવોસ્તોક-ચેન્નઈ શિપિંગ કોરિડોર બંને દેશોના મોટા પ્રમાણમાં વેપારને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનાવી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિકસિત ભારત 2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્ર અને એક MSME કોન્ક્લેવ પણ આયોજિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં દર બે વર્ષે યોજાય છે. તેની શરૂઆત 2003માં ભારતના વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. રાજ્યમાં સમિટની દરેક આવૃત્તિએ નવા પરિણામો અને નવીન તકો રજૂ કરી છે, જ્યારે આ નોંધપાત્ર 20 વર્ષની ઉજવણી કરી રહી છે.

Advertisment

3 દિવસમાં 1 લાખ લોકો આવશે, ડેલિગેટ્સ માટે 8 મોટી હોટલો

વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા માટે સમગ્ર વિશ્વમાંથી 1 લાખ પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત સરકાર વતીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રજિસ્ટર્ડ ડેલિગેટ માટે હોટલોની યાદી ઉપલબ્ધ કરાવાઈ છે. તેમાં સિંધુભવન રોડસ્થિત કોર્ટયાર્ડ મેરિયટ, ક્રાઉન પ્લાઝા, ફેયરફિલ્ડ મેરિયટ, ફોર્ચ્યૂન લૅન્ડમાર્ક, હયાત, નોવેટેલ, પ્રાઇડ પ્લાઝા અને રેજિસન બ્લૂ જેવી સેવન સ્ટાર હોટલનો સમાવેશ થાય છે.

યુકે, જર્મની સહિત 34 દેશ કન્ટ્રી પાર્ટનર બનશે

ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, યુએઈ, ચેક ગણરાજ્ય, મિસ્ર, એસ્ટોનિયા, ફિનલૅન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલ્ટા, મોરક્કો, મોઝામ્બિક, નેધરલૅન્ડ, નોર્વે, પોલૅન્ડ, રવાન્ડા, સિંગાપોર, તાન્ઝાનિયા, થાઇલૅન્ડ, યુકે, ઉરુગ્વે, ઘાના, વિયેતનામ.

છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી

કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિશ્વના 28 દેશો ભાગીદાર બન્યા છે અને 14 સંસ્થાઓ સહયોગી બની છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત PM Narendra Modi