પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરે રડતા-રડતા કરી અપીલ, મારી બાળકી અને મેડ હોસ્પિટલમાં દાખલ છે, મને થોડો સમય આપો, જુઓ Viral Video

Ahmedabad Plane Crash Victims: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર અનિલ રડીને સરકારને અપીલ કરી રહ્યો છે. તે કહેતા સંભળાય છે - રાતોરાત ઘર ખાલી કરવું એટલું સરળ નથી. અમને બે-ત્રણ દિવસનો સમય આપવો જોઈએ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારી બાળકી અને મેડ દાખલ છે. મારે ત્યાં હોવું જોઈએ.

Written by Ashish Goyal
Updated : June 14, 2025 21:46 IST
પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરે રડતા-રડતા કરી અપીલ, મારી બાળકી અને મેડ હોસ્પિટલમાં દાખલ છે, મને થોડો સમય આપો, જુઓ Viral Video
અમદાવાદ પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરનો ભાવુક વીડિયો વાયરલ થઇ રહ્યો છે (Screengrab)

Ahmedabad Plane Crash Victims: એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ એઆઇ171, બોઇંગ 787 ડ્રીમલાઇનર, ગુરુવારે બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જોકે ટેકઓફ થયાની થોડી મિનિટો પછી તેણે આપત્તિની ચેતવણી જારી કરી હતી અને એરપોર્ટ નજીકની સરકારી હોસ્પિટલની હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ હતી.

તપાસ માટે સુરક્ષિત રાખવા માટેના આદેશો જારી કરાયા

આ અકસ્માતમાં વિમાનમાં આગ લાગી હતી અને તબાહીના ભયંકર દ્રશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 270થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. સાથે જ અકસ્માત બાદ ક્રેશ સાઇટ બની ગયેલી સરકારી હોસ્પિટલની હોસ્ટેલ ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી તેને અકસ્માતની તપાસ માટે સુરક્ષિત રાખી શકાય.

જોકે તેનાથી ત્યાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે, જે સામાન્ય રીતે આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા હોય છે. હાલ ‘ક્રેશ સાઈટ’ બની ગયેલા રહેણાંક વિસ્તારમાં રહેતા ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતાં રડતાં ઘર ખાલી કરવા માટે સમય માગતાં નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ડોક્ટર અનિલના વીડિયોના સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થયું તે સમયે ડોક્ટર અનિલ અને તેમની પત્ની ડ્યૂટી પર હતા એટલે તેઓ બચી ગયા. દુ:ખની વાત એ છે કે તેઓ જે જગ્યાને પોતાનું ઘર કહેતા હતા તે હવે દુર્ઘટનાસ્થળનો એક ભાગ બની ગયો છે.

આ પણ વાંચો – વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા ગ્રુપ, જાણો કેટલી રકમ મળશે

અધિકારીઓ હવે તેને ઘર ખાલી કરવા માટે કહી રહ્યા છે જ્યારે તેની નાની પુત્રી અને નોકરાણી આ ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ છે. એક પિતા જેમની દુનિયા એક જ સવારમાં પલટાઇ ગઇ હતી તે વિનંતી કરી રહ્યા છે મારે હૉસ્પિટલમાં હોવું જોઈએ. મહેરબાની કરીને મને થોડો સમય આપો.

ડોક્ટર અનિલ રડીને સરકારને અપીલ કરી રહ્યો છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે અનિલ રડીને સરકારને અપીલ કરી રહ્યો છે. તે કહેતા સંભળાય છે – રાતોરાત ઘર ખાલી કરવું એટલું સરળ નથી. અમને બે-ત્રણ દિવસનો સમય આપવો જોઈએ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારી બાળકી અને મેડ દાખલ છે. મારે ત્યાં હોવું જોઈએ.

અનિલ કહે છે મને ઘર ખાલી કરવાનો સમય આપો. મારો સંદેશો ઉપર સુધી પહોંચાડો. મારે કુટુંબના સભ્યો નથી. હું ગુજરાતનો નથી. હું અહીં હેલ્પલેસ છું. એમાં મારો વાંક નથી, હું તો માત્ર હૉસ્પિટલમાં મારું કામ કરતો હતો. અમે અહીં ચાર વર્ષથી રહી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ