Lakhs Of Rupees Blown Marriage : મહેસાણા જિલ્લાનો એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ લગ્નમાં પૈસાનો વરસાદ થઇ રહ્યો હોય તેમ જોવા મળે છે. ગામના માજી સરપંચ દ્વારા ભત્રીજાના વરઘોડામાં 10થી 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરઘોડામાં લોકોએ નોટો લેવા માટે પડાપડી પણ કરી હતી. આ વાયરલ વીડિયો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામનો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ઘરની છત પર ઉભા રહીને લોકો પૈસા ઉડાડી રહ્યા છે. પૂર્વ સરપંચ કરીમભાઇ દાદુભાઇ જાદવના ભાઇ રસૂલ ભાઇના પુત્રના લગ્ન હતા. ગામમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં ‘અઝીમો શાન શહેનશાહ…’ ગીત વાગી રહ્યું હતું એ સમયે માજી સરપંચ મકાનની છત પર ચડી ગયા હતા અને નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ લગ્ન 16 ફેબ્રુઆરીએ હતા.
આ પણ વાંચો – અમદાવાદ : મંદિર નિર્માણના ખોદકામ દરમિયાન નીકળી પ્રાચીન વાવ, મૂર્તિઓ
લોકોએ વીડિયો જોઇને શું કહ્યું?
@RavindraBishtUk યૂઝરે લખ્યું કે કેટલાક દિવસ પહેલા લોકોએ ફ્લાયઓવરથી રૂપિયા ઉડાવ્યા હતા, તેની ધરપકડ કરવામાં આવી હતી! શું ગુજરાતમાં આવી રીતે નોટ ઉડાડવી સામાન્ય વાત છે? @Hits136 યૂઝરે લખ્યું કે ગુજરાતમાં એક રાતમાં કલાકારો પર કરોડો રૂપિયા ઉડાડવામાં આવે છે, છતા પણ આ સામાન્ય વાત છે. @shabbir19823311 યૂઝરે લખ્યું કે ભારતીય મુદ્રાનું અપમાન છે આમા સંબંધિત કલમ લગાવીને કાર્યવાહી કરવી જોઈએ.જો આટલા પૈસા ઉડાડવા છે તો ગરીબોને બોલાવીને આપ્યા હોત તો
@panditji_143 યૂઝરે લખ્યું કે પૈસા ઉડાડવા હોય અને જીવન ભર સારી પેન્શન લેવી હો તો નેતા બનો. @WU2iCp0G9fAal8C યૂઝરે લખ્યું કે આ કરન્સીનું અપમાન છે સરકાર અને પ્રશાસને સખત થવાની જરૂર છે. @BaluNagardhane નામના યૂઝરે લખ્યું કે સરપંચ પાસે આટલા પૈસા છે તો ધારાસભ્ય, સાંસદ, મંત્રી પાસે કેટલા પૈસા હશે બતાવો?