Visavadar By-Election 2025 Result: વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતથી વિજયી, ભાજપ ફરી નિરાશ

વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવા સફળ રહ્યા છે. જ્યારે ભાજપ ફરી એકવાર આ બેઠક પર વિકાસનો મંત્ર જનતા સુધી પહોંચાડવામાં નિરાશ થયું છે.

Written by Haresh Suthar
Updated : June 23, 2025 16:31 IST
Visavadar By-Election 2025 Result: વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતથી વિજયી, ભાજપ ફરી  નિરાશ
Visavadar By-Election Result 2025 : આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણીમાં જનતાનો ભરોસો જીતવામાં સફળ

Visavadar By-Election 2025 Result: વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભાર સરસાઇથી વિજયી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નિરાશ થઇ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવા સફળ રહ્યા છે. ભાજપ આ બેઠક પર વિકાસનો મંત્ર જનતા સુધી પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ રહ્યું.

વિસાવદર વિધાનસભા ચૂંટણી 2022 માં આ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી હતી. ભૂપેન્દ્રભાઇ ભાયાણી આ બેઠક પરથી જીત્યા હતા. જોકે એ બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. જે માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થતાં ફરી એકવાર પ્રજાએ આમ આદમી પાર્ટી પર ભરોસો વ્યક્ત કર્યો છે.

ગોપાલ ઈટાલિયા વિજયી, 17 હજારની લીડ

આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણી 2025 માં વિજયી બન્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના હરિફ ઉમેદવાર કિરીટ પટેલ સામે 17554 મતની સરસાઇથી જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયાને 75942 મત મળ્યા હતા. કિરીટ પટેલને 58388 મત મળ્યા જ્યારે કોંગ્રેસના નિતીન રાણપરિયાને 5501 મત મળ્યા છે.

વિસાવદર પેટા ચૂંટણી 2025 માં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જીત યથાવત રાખવા માટે ગોપાલ ઇટાલિયા પર ભરોસો વ્યક્ત કરી ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે આ બેઠક પર જીત મેળવવા માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ તરફથી નિતિન રાણપરીયાએ ઝંપલાવ્યું હતું.

ત્રિપાંખિયા જંગમાં છેવટે જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને ફરી એકવાર નિરાશ મળી છે. ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રજામાં વિકાસનો મંત્ર પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ સાબિત થયા. ચૂંટણી પરિણામ જોતાં કોંગ્રેસ જીતની રેસમાં ઘણે પાછળ દેખાયું.

વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ, કોને કેટલા મત મળ્યા?

  • ગોપાલ ઇટાલિયા જીત (આમ આદમી પાર્ટી): 75942
  • કિરીટ પટેલ (ભાજપ): 58388
  • નિતીન રાણપરીયા (કોંગ્રેસ): 5501
  • હિતેશભાઇ વઘાશિયા (અપક્ષ): 3224
  • સંજય ટાંક (અપક્ષ): 874
  • રોહિત સોલંકી (અપક્ષ): 522
  • રાજેન્દ્રકુમાર પરમાર (અપક્ષ): 510
  • કિશોરભાઇ કાંકડ (પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી): 479
  • બિનલકુમાર પટેલ (અપક્ષ): 404
  • રાજ પ્રજાપતિ (અપક્ષ): 294
  • નિરુપાબેન માઢુ (અપક્ષ): 285
  • સુરેશ માલવિયા (અપક્ષ): 200
  • યુનુસભાઇ સોલંકી (અપક્ષ): 129
  • તુલસી લાલવીયા (અપક્ષ): 123
  • રજનીકાન્ત વાઘાણી (અપક્ષ): 117
  • નારીગરા ભરતભાઇ (અપક્ષ): 78
  • નોટા : 1716

વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ

ગોપાલ ઇટાલિયા વિસાવદર પટા ચૂંટણી 17 હજાર મતથી જીત | Gopal Italia Visavadar by election 2025 result
Gopa Italia Visavadar Result: ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પરથી 17 હજાર મતની સરસાઇથી ચૂંટણી જીત્યા

વિસાવદર વિધાનસભા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવાર

  • 1972: રામજીભાઇ કરકર (કોંગ્રેસ)
  • 1975: કુરાજી ભેંસાણીયા (કિસાન મજદુર પ્રજા પાર્ટી)
  • 1980: ધિરજલાલ રિબડીયા (કોંગ્રેસ)
  • 1985: પોપટલાલ રામાણી (કોંગ્રેસ)
  • 1990: કુરાજી ભેંસાણીયા (જનતા દળ)
  • 1995: કેશુભાઇ પટેલ (ભાજપ)
  • 1998: કેશુભાઇ પટેલ (ભાજપ)
  • 2002: કનુ ભાલાણા (ભાજપ)
  • 2007: કનુ ભાલાણા (ભાજપ)
  • 2012: કેશુભાઇ પટેલ (ગુજરાત પરિવર્તન પાર્ટી)
  • 2024 પેટા ચૂંટણી: હર્ષદકુમાર રિબડીયા (કોંગ્રેસ)
  • 2017: હર્ષદકુમાર રિબડીયા (કોંગ્રેસ)
  • 2022: ભૂપેન્દ્રભાઇ ભાયાણી (આમ આદમી પાર્ટી)
  • 2025 પેટા ચૂંટણી: ગોપાલ ઇટાલિયા (આમ આદમી પાર્ટી)

અહીં નોંધનિય છે કે, વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત માટે જાણે તરસી રહી છે. ભાજપને આ બેઠક પર છેલ્લે 2007માં જીત મળી હતી. એ પછી ભાજપ અહીં ક્યારેય જીત્યું નથી. આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ અહીં પ્રજાનો ભરોસો જીતવામાં અસફળ રહ્યું છે.

ગોપાલ ઇટાલિયા ટ્વિટ

ગોપાલ ઇટાલિયાએ મતદાનને લઇને ભાજપ ઉમેદવાર દ્વારા કરાયેલ નિયમ ભંગ અંગે સોશિયલ મીડિયામાં રજૂઆત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ