/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/rain1.jpg)
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Express photo by Nirmal Harindran )
Rain In Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બોપલ-ઘુમા અને શીલજમાં કરા પડ્યા હતા. સાંજના સમયે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. બપોર સુધી લોકો ગરમીથી લોકો બેહાલ બન્યા હતા. જોકે વરસાદે રાહત આપી છે.
બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. 29મી મે એ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. જ્યારે 30 મેના રોજ બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
આ પણ વાંચો - ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાતમાં બાજરીની ખેતી વધારવા ગુજરાત સરકાર બનાવી રહી ખાસ યોજના
ક્રિકેટ પ્રશંસકો થયા નિરાશ
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે. જોકે વરસાદના કારણે મેચ પર સંકટના વાદળો સર્જાયા છે. વરસાદના કારણે હજુ સુધી ટોસ થઇ શક્યો નથી. મેચ હજુ સુધી શરૂ ન થતા ક્રિકેટ પ્રશંસકો નિરાશ થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us