weather forecast report : ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આજે એટલે કે 29 માર્ચના રોજ યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, વડોદરા, આણંદ અને બનાસકાંઠામાં રાત્રે પણ ગરમીની આગાહી કરવામાં આવી છે. માર્ચના મહિનાના અંતમાં જ આવી ગરમી પડી રહી છે તો એપ્રિલ અને મે માં પણ કેવી ગરમી પડશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
કયા શહેરમાં કેટલી ગરમી
29 માર્ચની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સિવાય અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલા તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 40.0 ડિગ્રી, રાજકોટમાં 39.8, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી, ડીસામાં 39.1 ડિગ્રી અને ભાવનગરમાં 38.2 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચો – રાજસ્થાન પ્રવાસન સ્થળ : ગુજરાતીઓ માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ આ ટોપ 10 સ્થળો
અમદાવાદમાં બપોરના સમય દરમિયાન ચામડી બાળે તેવી સખત ગરમી અનુભવાય છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં આજે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પંજાબ, હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી
દેશમાં વાત કરવામાં આવે તો શુક્રવારે સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર પશ્ચિમ હિમાલયમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણા, કેરળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.





