Today Weather Updates : ગાઢ ધુમ્મસ વધશે, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather updates, IMD winter forecast : ડિસેમ્બર મહિનો અંતમાં આવીને ઉભો છે ત્યારે જોઇએ એવી ઠંડી હજી પડી પડતી નથી. જોકે, વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે અને સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે.

Gujarat Weather updates, IMD winter forecast : ડિસેમ્બર મહિનો અંતમાં આવીને ઉભો છે ત્યારે જોઇએ એવી ઠંડી હજી પડી પડતી નથી. જોકે, વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે અને સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ડિસેમ્બર મહિનો અંતમાં આવીને ઉભો છે ત્યારે જોઇએ એવી ઠંડી હજી પડી પડતી નથી. જોકે, વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે અને સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે. ગુજરાતમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) એ 31 ડિસેમ્બર સુધી દિલ્હી NCR, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં બુધવારે સાંજે પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

Advertisment

નલિયામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 10 ડિગ્રીથી 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુરુવારે વહેલી સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના પગલે ઝીરો વિઝિબિલિટી હોવાના કારણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી.

બુધવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ28.916.0
ડીસા29.314.5
ગાંધીનગર29.514.4
વલ્લભ વિદ્યાનગર28.917.0
વડોદરા31.416.0
સુરત31.418.2
વલસાડ33.817.9
દમણ29.416.6
ભુજ30.015.1
નલિયા30.210.0
કંડલા પોર્ટ31.816.6
કંડલા એરપોર્ટ29.114.8
ભાવનગર29.416.9
દ્વારકા29.017.4
ઓખા28.221.3
પોરબંદર31.215.6
રાજકોટ31.913.1
વેરાવળ31.418.1
દીવ30.814.0
સુરેન્દ્રનગર29.814.0
મહુવા32.213.7

દિલ્હીમાં કેવું રહેશે હવામાન?

બુધવારે રાજધાની નવી દિલ્હીમાં તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

Advertisment

IMD અનુસાર, ગુરુવાર અને શુક્રવારે રાત્રે અને સવારના કલાકો દરમિયાન NCRમાં 'ગાઢથી ખૂબ ગાઢ' ધુમ્મસની અપેક્ષા છે. ગુરુવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 21 અને છ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બરની રાત્રિ અને સવારના કલાકો દરમિયાન ગાઢથી ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. આ સિવાય યુપીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરવામાં આવી છે.

અહીં વરસાદ પડી શકે છે

WD 30 ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને વિદર્ભમાં 31 ડિસેમ્બર, 2023 થી 2. હળવો વરસાદ જાન્યુઆરી 2023 વચ્ચે અપેક્ષિત છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત