Gujarat Weather updates, IMD winter forecast : ઉત્તર ભારતમાં શિયાળો પોતાની ચરમસીમાએ છે ત્યારે તેની અસર ગુજરાત ઉપર દેખાઈ રહી છે. જેમ જેમ શિયાળો આગળ ધપી રહ્યો છે તેમ તેમ ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો તેજ થતો જાય છે. રોજે રોજ તાપમાન ગગડી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાય છે. નાતાલના દિવસે ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો રાજ્યમાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, અમદાવાદમાં 16.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ગાંધીનગરમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 11.4 ડિગ્રીથી 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 28.7 16.3 ડીસા 30.9 13.4 ગાંધીનગર 28.5 15.4 વલ્લભ વિદ્યાનગર 28.3 16.0 વડોદરા 31.4 15.2 સુરત 32.7 17.4 વલસાડ 34.2 18.0 દમણ 31.4 15.6 ભુજ 30.6 13.7 નલિયા 30.2 11.4 કંડલા પોર્ટ 29.1 16.0 કંડલા એરપોર્ટ 29.7 14.5 ભાવનગર 30.2 16.8 દ્વારકા 31.0 16.6 ઓખા 27.6 21.8 પોરબંદર 33.4 15.6 રાજકોટ 33.4 13.6 વેરાવળ 32.8 19.7 દીવ 31.5 18.0 સુરેન્દ્રનગર 31.3 14.8 મહુવા 32.4 15.9
ઉત્તર ભારતમાં કેવું છે હવામાન?
આ દિવસોમાં દિલ્હી-એનસીઆર, યુપી-બિહારથી જમ્મુ અને કાશ્મીર સુધી ઠંડીનું વાતાવરણ ચાલુ છે. પહાડો પર હિમવર્ષાથી ઠંડીમાં વધુ વધારો થયો છે. IMDએ 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે 29 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.
દરમિયાન, હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ બે રાજ્યો ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બરે કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસની સંભાવના પણ વ્યક્ત કરી છે. આવું જ હવામાન 30 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની ધારણા છે.





