Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 10 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના ગારિયાધરમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ભાવનગરના શિહોરમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે.
70 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 10 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ફક્ત 2 જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ગારિયાધરમાં 2.13 ઇંચ અને ભાવનગરના શિહોરમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 68 તાલુકામાં 1 થી લઇને 18 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જુલાઈના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 12 જુલાઈએ મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં સિઝનનો કુલ 47.54 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 47.54 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 52.09 ટકા, કચ્છમાં 57.22 ટકા, સૌરાષ્ટ્રમાં 46.60 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં 41.93 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – વડોદરામાં પુલનો એક ભાગ તૂટી પડ્યાના બીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 164171 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.27% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 314937 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 56.43% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 24 છે.