Gujarat Rain : રાજ્યમાં 107 ટકા વરસાદ, બુધવારે ફક્ત 2 તાલુકામાં જ છાંટા પડ્યા

Gujarat Rain : 10 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.75 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ વરસ્યો છે

Gujarat Rain : 10 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.75 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rain, વરસાદ, ગુજરાત વરસાદ

ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં વરસાદની વિદાય થતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારને 10 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં ફક્ત 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી લખપતમાં 11 મીમી અને કચ્છના માંડવીમાં 4 મીમી વરસાદ વરસ્યો છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના છૂટછાવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ક્યાંક ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ નથી. રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.

રાજ્યમાં સિઝનનો 107.75 ટકા વરસાદ

10 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.75 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 10 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 302590 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 90.57% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 491570 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 88.11% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 105 છે. 138 ડેમ હાઇ એલર્ટ પર અને 19 ડેમ એલર્ટ પર છે.

Advertisment

આ પણ વાંચો - અમદાવાદનું લો ગાર્ડન બજાર ખૈલૈયાઓ માટે સજ્જ, નવરાત્રીની ખરીદી માટે આ ટિપ્સ ફોલો કરો

ભારે વરસાદને પગલે રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઇ

બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે રાહત અને બચાવની વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 3 લાખ ફૂડ પેકેટ વિતરણ, કુલ 3 લાખ પાણીની બોટલનું વિતરણ તેમજ થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દર રોજ 7 હજારથી વધુ નાગરિકોને ભોજન આપવામાં આવે છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે 3 ડી.વાય.એસ.પી, 8 પી.આઈ. અને 150 પોલીસ જવાનો નાગરિકોની સલામતી અંગે ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનો, રહેવા, ખાવા, પીવાના પાણી અને તબીબી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે UGVCLની 86 ટીમો દ્વારા સતત કામગીરીના પરિણામે અસરગ્રસ્ત જિલ્લાના 297 ગામડાઓમાંથી 190 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, તેમજ બાકીના ગામડાઓમાં પણ પુનઃસ્થાપન માટે કામગીરી ચાલી રહી છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ