Gujarat Rain : રાજ્યમાં ફરી મેહુલિયો જામ્યો, આ તારીખે ભારે વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 12 સપ્ટેમ્બર 2025ના રોજ 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 12 સપ્ટેમ્બર 2025ના રોજ 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain latest updates, aaj no varsad

ગુજરાત વરસાદ તાજા સમાચાર - Express photo

Gujarat Rain Weather Forecast Update : બે દિવસ એકદમ ઉઘાડ રહ્યા પછી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. શુક્રવારને 12 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અમરેલીના રાજુલામાં 1.54 ઇંચ વરસાદ વરસ્યો છે.

9 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 12 સપ્ટેમ્બર 2025ના રોજ 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલામાં 39 મીમી, વલસાડમાં 38 મીમી, ખેરગામમાં 27 મીમી, પારડી, વાપીમાં 7 મીમી, ભરુચમાં 5 મીમી, પલસાણામાં 4 મીમી, શુબીરમાં 3 મીમી અને ચીખલીમાં 2 મીમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવાનાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 14 થી 16 સપ્ટેમ્બર સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ રહેશે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 14 સપ્ટેમ્બરને રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 15 સપ્ટેમ્બર છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. યલ્લો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો - કંડલાથી ટેકઓફ કરતાં જ વિમાનનું વ્હીલ રન-વે પર પડ્યું, મુંબઈ સુધી ઉડાન પૂરી કરી, સુરક્ષિત લેન્ડિંગ

રાજ્યમાં સિઝનનો 107.77 ટકા વરસાદ

12 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.77 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 12 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 306421 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 91.72% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 497988 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 89.26% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 106 છે. 139 ડેમ હાઇ એલર્ટ પર અને 18 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ