Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ખેરગામમાં 2.17 ઇંચ

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 13 સપ્ટેમ્બર 2025ના રોજ 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 13 સપ્ટેમ્બર 2025ના રોજ 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં છેલ્લા 24 કલાકનો વરસાદ- Express photo

Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ઉઘાડ જોવા મળી રહ્યો છે. શનિવારને 13 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

19 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 13 સપ્ટેમ્બર 2025ના રોજ 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 55 મીમી(2.17 ઇંચ), ભાણવડમાં 26 મીમી (1.02 ઇંચ), વઘઇ 16 મીમી, ચીખલી 15 મીમી, કામરેજ 9 મીમી, ડાંગ આહવા 7 મીમી, ઉમરગામ 5 મીમી, ગીર ગઢડા અને ઉનામાં 4 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 9 તાલુકામાં 1 થી લઇને 3 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બરને રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 15 સપ્ટેમ્બર છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. યલ્લો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો - કંડલાથી ટેકઓફ કરતાં જ વિમાનનું વ્હીલ રન-વે પર પડ્યું, મુંબઈ સુધી ઉડાન પૂરી કરી, સુરક્ષિત લેન્ડિંગ

રાજ્યમાં સિઝનનો 107.83 ટકા વરસાદ

13 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.83 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.43 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.86 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 13 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 308173 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.25% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 501905 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 89.96% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 109 છે. 142 ડેમ હાઇ એલર્ટ પર અને 15 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ