Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્, ડાંગના શુબીરમાં 1.73 ઇંચ વરસાદ

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 15 સપ્ટેમ્બર 2025ના રોજ રાજના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : September 15, 2025 22:28 IST
Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્, ડાંગના શુબીરમાં 1.73 ઇંચ વરસાદ
ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય રાજ્યમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે. સોમવારને 15 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના શુબીરમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે.

18 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 15 સપ્ટેમ્બર 2025ના રોજ રાજના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં શુબીરમાં 44 મીમી (1.73 ઇંચ), ચીખલીમાં 35 મીમી (1.38 ઇંચ), ગણદેવી 12 મીમી, વાલોદ,કાંવટમાં 11 મીમી, પાટણ-વેરાવળમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 12 તાલુકામાં 1 થી લઇને 6 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજની સંભાવના છે.

આ પણ વાંચો – જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?

રાજ્યમાં સિઝનનો 108.21 ટકા વરસાદ

15 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 108.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.18 ટકા, સૌરાષ્ટ્રમાં 93.89 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.64 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 15 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 307516 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.05% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 504863 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 90.49% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 110 છે. 144 ડેમ હાઇ એલર્ટ પર અને 13 ડેમ એલર્ટ પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ