Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 17 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં ફક્ત 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના મોરવા હડફમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદ ના પડવાના કારણે ગરમીમાં વધારો થયો છે.
ફક્ત 5 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 18 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ફક્ત 5 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરવા હડફમાં 18 મીમી, સાંજલીમાં 17 મીમી, ઝાલોદમાં 5 મીમી, લીમખેડા અને જલાલપોરમાં 1-1 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કોઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો કુલ 51.13 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 51.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.31 ટકા, સૌરાષ્ટ્રમાં 49.34 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.21 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 181101 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.21% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 332071 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.50% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 26 છે. 41 ડેમ હાઇએલર્ટ પર અને 22 ડેમ એલર્ટ પર છે.





