Gujarat Rain : દાહોદના ફતેપુરામાં 1.42 ઇંચ વરસાદ, જાણો શુક્રવારે ક્યાં-ક્યાં મેઘરાજા થયા મહેરબાન

Gujarat Rain Weather Forecast Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 18 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain Weather Forecast Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 18 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat Rain

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો - Express photo

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરુ થાય તેવી સંભાવના છે. શુક્રવારને 18 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દાહોદના ફતેપુરામાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.

21 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 18 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ફતેપુરામં 1.42 ઇંચ, માલપુરમાં 12 મીમી, વિજયનગરમાં 9 મીમી, વલોદમાં 6 મીમી, પોશિના, ડાંગ આહવામાં 5 મીમી, ડોલવાનમાં 4 મીમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસશે. કોઈપણ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

આ પણ વાંચો - સુરત શિક્ષિકા આપઘાત: વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આકરા પાણીએ, કહ્યું- દીકરીઓ પર્સમાં ત્રિશુલ રાખો

રાજ્યમાં સિઝનનો કુલ 51.16 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો કુલ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 183404 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.90% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 332380 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 26 છે. 42 ડેમ હાઇએલર્ટ પર અને 21 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ