Gujarat Rain : રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ, દાંતામાં 4.17 ઇંચ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 19 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 19 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat today rain fall data, banskantha heavy rain

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ- photo-X , @WesternIndiaWX

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. શનિવારને 19 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

19 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 19 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દાંતામાં 4.17 ઇંચ, લાખણીમાં 2.76 ઇંચ, અમીરગઢમાં 2.68 ઇંચ, પાલનપુરમાં 2.56 ઇંચ, ડીસામાં 2.28 ઇંચ, મોરબીમાં 2.20 ઇંચ, ધોરાજીમાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ સિવાય દાંતીવાડામાં 1.89 ઇંચ, નડીયાદમાં 1.85 ઇંચ, વડગામ, કલ્યાણપુર અને રાધનપુરમાં 1.69 ઇંચ, ભાભરમાં 1.65 ઇંચ, ઉપલેટામાં 1.46 ઇંચ, ધાનેરામાં 1.22 ઇંચ, દિયોદર અને માણાવદરમાં 1.18 ઇંચ, વ્યારામાં 1.14 અને પાટણાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 123 તાલુકમા 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - OBC-ST નેતાના ભરોસે ગુજરાતમાં ભાજપને હરાવી શકશે કોંગ્રેસ? AAP થી પણ મળી રહ્યો છે પડકાર

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 20 જુલાઈના રોજ કચ્છ, મોરબી અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મેઘગર્જના સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ