/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/mumbai-heavy-rain-.jpg)
Heavy Rain News : ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા છે. (Photo by Sankhadeep Banerjee)
Gujarat Rain Weather Forecast Update : ઓક્ટોબર મહિનો શરુ થઇ ગયો હોવા છતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 2 ઓક્ટોબરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જુનાગઢના વંથલીમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે.
104 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓક્ટોબર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વંથલીમાં 2.91 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ, જૂનાગઢમાં 2.13 ઇંચ, ગોંડલમાં 1.57 ઇંચ, અંજારમાં 1.46 ઇંચ, વિસાવદર, માળિયા હાટીનાં 1.38 ઇંચ, મોરબી 1.34 ઇંચ, કુકાવાવ વાડીયા, મહુવામાં 1.26 ઇંચ, રાપર, ચુડામાં 1.18 ઇંચ, ભચાઉ, ગાંધીધામમાં 1.10 ઇંચ, સાયલા અને કેશોદમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. 17 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો - ‘જજ વિરુદ્ધ એક પણ નકારાત્મક ટિપ્પણી ફરજિયાત નિવૃત્તિ માટે પૂરતી છે…’, ગુજરાત હાઈકોર્ટ
જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us