Gujarat Rain : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, મોડાસામાં 4 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ

Gujarat Rain Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 21 જૂનના રોજ વારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે

Gujarat Rain Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 21 જૂનના રોજ વારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, ગુજરાત વરસાદ, વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે (ફાઇલ ફોટો)

Gujarat Rain forecast: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શનિવારે સૌથી વધારે વરસાદ અરવલ્લીના મોડાસામાં 4.2 ઇંચ નોંધાયો છે. આ સિવાય ઉમરપાડામાં 3.11 ઇંચ અને મેઘરેજમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં 21 જૂનના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 21 જૂનના રોજ વારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં મોડાસામાં 4.2 ઇંચ, ઉમરપાડામાં 3.11 ઇંચ, મેઘરેજમાં 3.9 ઇંચ, સાગબારામાં 2.2 ઇંચ, કાંવટમાં 1.89 ઇંચ, પેટલાદમાં 1.69 ઇંચ, નસવાડીમાં 1.45 ઇંચ, પ્રાંતિજમાં 1.34 ઇંચ, ખાનપુર, મહેમદાબાદમાં 1.18 ઇંચ, તલોદ, માલપુરમાં 1.10 ઇંચ, સંતરામપુર, ધોલેરા અને કુકરમુંડામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યમાં ઘણા તાલુકામાં 1 મીમી થી 25 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની 22 જૂનની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 જૂનને રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના DNA મેચ કરવામાં મુશ્કેલીઓ

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 20 થી 26 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 22 થી 24 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત