Gujarat Rain : રાજ્યમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ, સૌથી વધારે નડીયાદમાં વરસ્યો

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rain, વરસાદ, ગુજરાત વરસાદ

ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે. શુક્રવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખેડાના નડીયાદમાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો છે.

193 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 22 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 9 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં નડીયાદમાં 1.57 ઇંચ, બાલાસિનોર, કપરાડામાં 1.42 ઇંચ, આણંદમાં 1,34 ઇંચ, વડોદરા, મુંદ્રામાં 1.18 ઇંચ, નેત્રંગમાં 1.10 ઇંચ, ધનસુરામાં 1.06 ઇંચ અને ઠાસરામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 184 તાલુકામાં 1 થી લઇને 25 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. દિવસભર ઝાપટાં બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કેટલાક સ્થળો પર પાણી પર ભરાઇ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારત વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, 1,400 કરોડ રુપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

રાજ્યમાં સિઝનનો કુલ 77.24 ટકા વરસાદ

22 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 77.24 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 80.26 ટકા, ઉત્તર ગુજરાતમાં 75.87 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.40 ટકા, સૌરાષ્ટ્રમાં 77.39 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 80.51 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 22 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 271608 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 81.30% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 423781 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 75.96% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 57 છે. 76 ડેમ હાઇ એલર્ટ પર અને 33 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ