Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. મંગળવારને 22 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના જલાલપોરમાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો છે.
5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 22 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જલાલપોરમાં 3.07 ઇંચ, નવસારીમાં 2.2 ઇંચ, કડાણામાં 1.46 ઇંચ, ગણદેવીમાં 1.03 ઇંચ અને ઉમરગામમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 54 તાલુકામા 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત્ રહેશે. રાજ્યભરમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં 26 થી 28 જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – સુરત એરપોર્ટ દાણચોરો માટે ‘હોટસ્પોટ’ બન્યું, બે મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત
રાજ્યમાં સિઝનનો કુલ 54.14 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 54.14 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 63.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.73 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 50.73 ટકા, સૌરાષ્ટ્રમાં 53.48 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.92 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 193001 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 57.77% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 338012 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 60.56% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 28 છે. 48 ડેમ હાઇએલર્ટ પર અને 17 ડેમ એલર્ટ પર છે.





