Gujarat Rain Weather Forecast Update : નવરાત્રી શરુ થઇ ગઇ હોવા છતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. સોમવારને 22 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં 2.95 ઇંચ વરસાદ વરસ્યો છે.
48 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 22 સપ્ટેમ્બર 2025ના રોજ રાતના 8 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહુવામાં 2.95 ઇંચ, પલસાણામાં 2.87 ઇંચ, સાગબાગામાં 1.46 ઇંચ, ભરુચમાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે ચાર ચાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય અન્ય 44 તાલુકામાં 1 થી લઇને 25 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ 24મી સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ગાજવીજ થવાની પણ આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી પહેલા રાજ્યના લોકોને ફક્ત સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી
રાજ્યમાં સિઝનનો 110 ટકા વરસાદ
22 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.42 ટકા, સૌરાષ્ટ્રમાં 94.13 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.00 ટકા વરસાદ વરસ્યો છે.