Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાં ભારે વરસાદ જોવા મળ્યો નથી. ગુરુવારને 24 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના વ્યારામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે.
ફક્ત એક જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 24 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના વ્યારામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છ.આ ઉપરાંત ક્યાક એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો નથી. આ સિવાય અન્ય 71 તાલુકામા 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 26મી જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.
IMD ની આગાહી અનુસાર, 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા-ઉદેપુર જિલ્લામાં અને 28 જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ
રાજ્યમાં સિઝનનો કુલ 55.02 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 55.02 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 63.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.03 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 51.55 ટકા, સૌરાષ્ટ્રમાં 53.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 58.64 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 197223 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.03% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 339801 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 60.88% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 28 છે. 48 ડેમ હાઇએલર્ટ પર અને 19 ડેમ એલર્ટ પર છે.





