/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Gujarat-heavy-rainfalls-today.jpg)
ગુજરાતમાં વરસાદ - photo- X @WesternIndiaWX
Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શુક્રવારને 25 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 6.34 ઇંચ વરસાદ વરસ્યો છે.
10 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 25 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 6.34 ઇંચ, વાપીમાં 3.82 ઇંચ, સુરતના માંડવીમાં 1.85 ઇંચ, ખેરગામમાં 1.73 ઇંચ, ધરમપુરમાં 1.61 ઇંચ, ડાંગ-આહવામાં 1.22 ઇંચ, વલસાડમાં 1.18 ઇંચ, પારડીમાં 1.14 ઇંચ, શુબીરમાં 1.06 ઇંચ અને વાંસદામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 44 તાલુકામા 1 થી લઇને 18 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો - ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ
27 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં સિઝનનો કુલ 55.26 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.03 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 51.64 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 199143 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.61% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 341508 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.19% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 29 છે. 48 ડેમ હાઇએલર્ટ પર અને 19 ડેમ એલર્ટ પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us