Gujarat Rain : નવરાત્રીમાં ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવે તેવી આગાહી, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

Gujarat Rain : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના બાકીનાં નોરતાંમાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી શક્યતા છે

Written by Ashish Goyal
Updated : September 27, 2025 22:15 IST
Gujarat Rain : નવરાત્રીમાં ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવે તેવી આગાહી, જાણો ક્યાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે (Express Photo by Praveen Khanna)

Gujarat Rain Weather Forecast Update : એક તરફ રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ ગઇ છે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના બાકીનાં નોરતાંમાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે.

ગુરુવારને 27 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં ફક્ત 1 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 11 મીમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો 111.23 ટકા વરસાદ

27 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 111.23 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 136.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113.28 ટકા, સૌરાષ્ટ્રમાં 95.82 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117.09 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 25 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 321201 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 96.14% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 532207 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 95.40% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 108 છે. 146 ડેમ હાઇ એલર્ટ પર અને 15 ડેમ એલર્ટ પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ