Gujarat Rain : રાજ્યમાં 27 તાલુકામાં એક ઇંચથી વધારે મેઘમહેર, જાણો હવે કેવી છે વરસાદની આગાહી

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારે 29 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
August 29, 2025 19:11 IST
Gujarat Rain : રાજ્યમાં 27 તાલુકામાં એક ઇંચથી વધારે મેઘમહેર, જાણો હવે કેવી છે વરસાદની આગાહી
વરસાદના કારણે ઘણા સ્થળો પર પાણી ભરાયા છે (એક્સપ્રેસ તસવીર)

Gujarat Rain Weather Forecast Update : દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શુક્રવારને 29 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ વરસ્યો છે.

114 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારે 29 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ડોલવણમાં 6.34 ઇંચ, પંચમહાલમાં 4.25 ઇંચ, વાલોદમાં 3.24 ઇંચ, ઉમરપાડામાં 3.19 ઇંચ, નડીયાદમાં 2.99, ઉમરેઠમાં 2.95 ઇંચ, સુરતના માંડવીમાં 2.87 ઇંચ, ઉમરગામમાં 2.48 ઇંચ, આણંદ, બારડોલીમાં 2.28 ઇંચ, મહુવામાં 2.10 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 103 તાલુકામાં 1 થી લઇને 47 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 ઓગસ્ટને શનિવારે સાબકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના અન્ય જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ પણ વાંચો – ભૂજમાં ‘ગ્રીષ્માવાળી’! પ્રેમીએ 22 વર્ષીય કોલેજીયન યુવતીના ગળે છરી મારી હત્યા

રાજ્યમાં સિઝનનો કુલ 87.28 ટકા વરસાદ

29 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 87.28 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 91.82 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 83.46 ટકા, સૌરાષ્ટ્રમાં 83.98 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.76 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 29 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 309815 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.74% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 444174 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 79.62% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 75 છે. 102 ડેમ હાઇ એલર્ટ પર અને 30 ડેમ એલર્ટ પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ