Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો વિરામ આવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારને 30 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 20 મીમી વરસાદ વરસ્યો છે.
ફક્ત 17 તાલુકામાં ઝરમર વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 30 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ફક્ત 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરરાડામાં 20 મીમી, કપરાડામાં 10 મીમી, માંડવી, શુબીરમાં 4 મીમી, વાપીમાં 3 મીમી, ખેરગામ, ગરુડેશ્વર, બારડોલી, ધરમપુર, ઉચ્છલ, કુકરમુંડા અને નસવાડીમાં 2 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય તાલુકામં 1 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદનું જોર ઘટી જશે. આગામી સાત દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો – ખોવાયेલી મહેનતની કમાણી પાછી મળતા શખ્સ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો; સુરત પોલીસે શેર કર્યો વીડિયો
રાજ્યમાં સિઝનનો કુલ 62.81 ટકા વરસાદ
30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.81 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.82 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.63 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 30 જુલાઇને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 232314 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 69.54% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 366882 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 65.63% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 31 છે. 51 ડેમ હાઇએલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.





