Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ ગઇ છે પણ બીજી તરફ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારને 30 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાલાલામાં 17 મીમી વરસાદ વરસ્યો છે.
72 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 30 સપ્ટેમ્બર 2025ના રોજ રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાલાલામાં 17 મીમી, જૂનાગઢ, ખંભાતમાં 14 મીમી, કેશોદમાં 13 મીમી, વંથલી, માંડવીમાં 12 મીમી, વિજયનગરમાં 11 મીમી, માળિયા હાટીના, મહુવા, દ્વારકા અને ઉનામાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 60 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ઓક્ટોબના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અન્ય જિલ્લામાં કોઇ ચેતવણી નથી.
આ પણ વાંચો – દિવાળી અને છઠ માટે ગુજરાત થઈને ચાલનારી 3 ખાસ ટ્રેનોની જાહેરાત; જાણો સ્ટોપેજ અને સમય
રાજ્યમાં સિઝનનો 116 ટકા વરસાદ
29 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 116 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, સૌરાષ્ટ્રમાં 101.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા વરસાદ વરસ્યો છે.