Gujarat Rain : રાજ્યમાં વરસાદનો વિરામ, ફક્ત 33 તાલુકામાં છાંટા પડ્યા

ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 31 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : July 31, 2025 19:49 IST
Gujarat Rain : રાજ્યમાં વરસાદનો વિરામ, ફક્ત 33 તાલુકામાં છાંટા પડ્યા
ગુજરાતમાં વરસાદ - Express photo

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 31 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 8 મીમી વરસાદ વરસ્યો છે. ફક્ત વરસાદે હાજરી નોંધાવી છે.

33 તાલુકામાં ઝરમર વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 31 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 8 મીમી, વાંસદા 7 મીમી, વિજયનગર 6 મીમી, વડનગર 5 મીમી, કપરાડા, દેત્રોજ-રામપુરા, વાપીમાં 4 મીમી, શુબીર, ઇડર, વઘઇ, વલોદ, મેઘરજ, લુણાવાડા અને દાંતામાં 3 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 20 તાલુકામાં 2 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના સંજોગોમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી.

રાજ્યમાં સિઝનનો કુલ 62.85 ટકા વરસાદ

31 જુલાઇ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.26 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.82 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.75 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – ચાલુ ચોમાસામાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 5 ગેટ ખોલાયા, નદી કિનારાના ગામો હાઇ એલર્ટ પર

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 31 જુલાઇને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 256212 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 76.69% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 371083 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 66.49% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 31 છે. 51 ડેમ હાઇએલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.

સરદાર સરોવર ડેમના 5 ગેટ ખોલાયા

ગુજરાતમાં સરદાર સરોવર ડેમના દરવાજા હાલના દિવસોમાં ખોલવામાં આવ્યા છે. ચાલુ ચોમાસામાં પ્રથમવાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) એ ગુરુવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમના 30 રેડિયલ દરવાજામાંથી 5 ખોલ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ