Gujarat Rain : રાજ્યમાં 209 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં 7.17 ઇંચ, રવિવારે 5 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 49 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 49 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
weather update gujarat rainfall data

Heavy Rain News : ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા છે. (Photo by Sankhadeep Banerjee)

Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરુ થઇ ગયો છે. શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ વરસ્યો છે.

209 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 6 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 49 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં કપરાડામાં 7.17 ઇંચ, બોટાદમાં 3.50 ઇંચ, પોશિનામાં 3.27 ઇંચ, પડઘરીમાં 3.15 ઇંચ, તલોદમાં 3.07 ઇંચ, સાણંદમાં 3.3 ઇંચ, જામકંડોરાણામાં 2.83 ઇંચ, પ્રાંતિજમાં 2.72 ઇંચ, બાયડ અને ઉમરગામમાં 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય અન્ય 199 તાલુકામાં 1 થી લઇને 63 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, મોરબી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય , જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ , ભરુચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો - યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત

રાજ્યમાં સિઝનનો કુલ 98.85 ટકા વરસાદ

6 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 98.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 92.55 ટકા, ઉત્તર ગુજરાતમાં 98.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 103.58 ટકા, સૌરાષ્ટ્રમાં 88.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 105.44 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 5 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 305326 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.39% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 465158 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 83.38% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 88 છે. 123 ડેમ હાઇ એલર્ટ પર અને 21 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ