Gujarat Rain : રાજ્યમાં વરસાદનો બ્રેક, આ તારીખથી મેઘરાજા ફરી જમાવટ કરશે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rain, વરસાદ, ગુજરાત વરસાદ

ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો લાંબો બ્રેક લાગી ગયો છે. જેના કારણે બફારો અને ગરમીમાં વધારો થયો છે. શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 11 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.

ફક્ત 9 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 11 મીમી, ઉમરગામમાં 7 મીમી, કાંવટ, સંખેડા, પડઘરીમાં 2 મીમી, ગણદેવી, વલસાડ, પારડી અને ઉનામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 15 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શકયતા છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતા છે. વરસાદ ન વરસતા બફારો અને ગરમીમાં વધારો થયો છે.

આ પણ વાંચો - ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ પર 38 મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા થઈ, ટૂંક સમયમાં સોંપાશે ડ્રાફ્ટ

રાજ્યમાં સિઝનનો કુલ 63.89 ટકા વરસાદ

8 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 63.89 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.20 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.23 ટકા, સૌરાષ્ટ્રમાં 55.91 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 67.78 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 8 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 255072 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 76.35% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 387411 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 69.44% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે. 51 ડેમ હાઇ એલર્ટ પર અને 22 ડેમ એલર્ટ પર છે.

Advertisment
અમદાવાદ આજનું હવામાન અપડેટ ગાંધીનગર ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ