Gujarat Rain : રાજ્યમાં 103 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કુકરમુંડામાં 2.4 ઇંચ

Gujarat Rain Update: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 8 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે

Gujarat Rain Update: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 8 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain forecast : ગુજરાતના મેઘાએ ફરી ગતિ પકડી, આજે 14 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં વરસાદ (Express Photo/Gajendra Yadav)

Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવારને 8 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના કુકરમુંડામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય નિઝરમાં 1.97 ઇંચ વરસાદ વરસ્યો છે.

5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 8 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં કુકરમુંડામાં 2.4 ઇંચ, નિઝરમાં 1.97 ઇંચ, ઉમરપાડામાં 1.57 ઇંચ, સાગબારામાં 1.46 ઇંચ અને જામનગરમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 98 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 જુલાઈના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે 10 જુલાઈના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો - કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ

રાજ્યમાં સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 161573 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 48.36% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 307970 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 55.18% છે.

Advertisment
આજનું હવામાન અપડેટ ગુજરાત ગુજરાતી ન્યૂઝ ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ