Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ચોમાસાની વિદાય થઇ ગઇ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 9 ઓક્ટોબરના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
બધા તાલુકા કોરાધાકોર
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 9 ઓક્ટોબરના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. એટલે કે હવે રાજ્યમાંથી વરસાદની વિદાય થઇ ગઇ છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના નથી.
રાજ્યમાં સિઝનનો કુલ 118.12 ટકા વરસાદ
9 ઓક્ટોબર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 118.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 117.09 ટકા, સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 123.26 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 9 ઓક્ટબરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 334080 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 100% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 541226 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 97.1% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 130 છે. 155 ડેમ હાઇ એલર્ટ પર અને 14 ડેમ એલર્ટ પર છે.
આ પણ વાંચો – સુરત ભાજપ કાર્યાલયમાં મારામારી અને ખુરશીઓ ફેંકાઈ, હવે પાર્ટીએ નોટિસ ફટકારી માંગ્યો જવાબ
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ
ગુજરામાં અંતે ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે શિયાળો પણ નજીક આવીને ઊભો છે. આવી સ્થિતિ વચ્ચે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરમાં ગરમીનો વર્તાય છે. આવી સ્થિતિમાં શરદી-ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.