/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Mount-Abu-temperature-1.jpg)
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીના કારણે બરફની ચાદર છવાઇ ગઇ હતી
mount abu temperature : રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મકરસંક્રાંતિના દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રીએ પહોંચતા ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઠંડીના ચમકારાના કારણે પ્રવાસીઓમાં આનંદ છવાઇ ગયો હતો. પ્રવાસીઓ કાશ્મીર જેવા ઠંડા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.
માઉન્ટ આબુમાં બરફની ચાદર જોવા મળી
છેલ્લાં એક બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં ફરી બરફની ચાદર છવાઈ ગઈ છે. ઘણી જગ્યાએ બરફની ચાદર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં આ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.
માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું
માઉન્ટ આબુમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. મકરસંક્રાંતિની રજાઓમાં માટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. જે ખુશ થઇ ગયા હતા. મેદાન અને બગીચા બરફના ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં વાહનો પર અને નકી લેક પર બરફની સફેદ ચાદર દેખાઈ હતી, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી, પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાત સહિત રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડીનો અનુભવવા પધારતાં હોય છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. થોડા દિવસો પહેલા 8 જાન્યુઆરીએ પણ માઉન્ટ આબુમાં ઠંડીના કારણે બરફની ચાદર પથરાઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us