ABP-CVoter સર્વેઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખડગે અને ઓવૈસીથી કોને કેટલો ફાયદો અને નુકસાન

Gujarat assembly elections ABP C-Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય બાદ એબીપી સી-વોટર સર્વે થયો જેમાં આ નિર્ણયથી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીને નુકશાન થઈ શકે છે કે નહીં તે પુછવામાં આવ્યું.

Written by Kiran Mehta
November 01, 2022 16:57 IST
ABP-CVoter સર્વેઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખડગે અને ઓવૈસીથી કોને કેટલો ફાયદો અને નુકસાન
મલ્લિકાર્જુન ખડગે અને ઓવૈસી

ABP-CVoter સર્વેઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તમામ રાજકીય પક્ષો જનતા સમક્ષ મોટા મોટા દાવા અને વચનો કરી રહ્યા છે. આ દરમિયાન, રાજ્ય સરકારે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય કર્યો. જેને રાજકીય વિશ્લેષકો અલગ અલગ એંગલથી જોઈ રહ્યા છે. તો, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. આ બધાની વચ્ચે એબીપી-સીવોટરના સર્વેમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીને ઘણો નફો-નુકસાન થઈ શકે છે. ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ABP-CVoter એ સર્વેમાં સવાલ કર્યો હતો કે, જો ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો ગુજરાતમાં કઈ પાર્ટીને ફાયદો થશે. આ સવાલના જવાબમાં 44 ટકા લોકો માને છે કે આનાથી કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે, જ્યારે તેનાથી વિપરીત 56 ટકા લોકોનું કહેવું છે કે, ખડગેના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવાથી કોંગ્રેસ પાર્ટીને ફાયદો નહીં થાય. જેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની હાજરી કોંગ્રેસ માટે સૌથી મોટું નુકસાન છે

તો, ABP-CVoter સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે જો AIMIM ચીફ ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી લડશે તો કોને સૌથી વધુ નુકસાન થશે? આ સવાલના જવાબમાં સર્વેમાં શું બહાર આવ્યું છે. તેમના મતે કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીને 50 ટકાનું સીધું નુકસાન થઈ રહ્યું છે. બીજેપી બીજા નંબર પર 30 ટકા અને ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટીને 18 ટકાનું નુકસાન દર્શાવે છે, જ્યારે અન્ય પક્ષોને 0.2 ટકાનું નુકસાન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી: મનીષ સિસોદીયાની ભગતસિંહ સાથે સરખામણીથી AAPને નુકસાન થશે?

તો, ગુજરાત ચૂંટણીના આ સર્વે પર કોંગ્રેસના નેતા અખિલેશ સિંહે કહ્યું કે, એ બધા જાણે છે કે ઓવૈસી અને આમ આદમી પાર્ટી ભાજપની ‘બી’ ટીમ છે. તેમણે કહ્યું કે, આ વાત કોઈને કહેવાની કે છુપાવવાની જરૂર નથી. તેમણે આરોપ લગાવ્યો કે, મીડિયા જે રીતે પ્રશ્નો પૂછે છે, તે જ પ્રકારના જવાબો આવશે તે સ્વાભાવિક છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જનતાની ચિંતા સાથે જોડાયેલા પ્રશ્નો હોવા જોઈએ. આ સાથે તેમણે દાવો કર્યો કે, આ કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ