Who Is Bhupendra Patel: નેતા જ નહીં બિલ્ડર પણ છે ભૂપેન્દ્ર પટેલ, ક્રિકેટ અને બેડમિન્ટન રમવું છે પસંદ, નગરપાલિકાના સભ્યથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર

Bhupendra Patel Profile : ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથગ્રહણ કરશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા મૃદુ અને મક્કમ કહ્યા હતા

Written by Ashish Goyal
Updated : December 11, 2022 10:25 IST
Who Is Bhupendra Patel: નેતા જ નહીં બિલ્ડર પણ છે ભૂપેન્દ્ર પટેલ, ક્રિકેટ અને બેડમિન્ટન રમવું છે પસંદ, નગરપાલિકાના સભ્યથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Photo Credit – Facebook/ibhupendrapatel)

Who Is Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) 12 ડિસેમ્બરે બીજી વખત સીએમના શપથ લેવા માટે તૈયાર છે. તેમણે આ વખતે 2017નો પોતાનો જ સૌથી મોટી જીતનો રેકોર્ડ તોડ્યો છે. 2017માં 1,17,750 વોટથી જીત મેળવી હતી. આ વખતે તેમણે પોતાની ઘાટલોડિયા સીટથી 1,92,263 વોટથી જીત મેળવી છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા મૃદુ અને મક્કમ કહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર છે. તેમને ગત સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે વખતે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની બહાર ગુજરાતમાં પણ ચર્ચિત ન હતા.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. 1982માં તેમણે અમદાવાદમાં સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું હતું. તે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તે સરદારધામ વિશ્વ પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી પણ છે, જે પાટીદાર સમુદાયના સામાજિક-આર્થિક વિકાસ માટે સમર્પિત સંગઠન છે.

ભૂપેન્દ્ર પટેલને આનંદીબેનના નજીકના માનવામાં આવે છે. ઘણા રાજનીતિક વિશ્લેષક તેમને આનંદીબેન પટેલના શિષ્ય પણ માને છે. ઘાટલોડિયા સીટ જીતીને 2017માં ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા તે સીટ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસે હતી. ઘાટલોડિયા સીટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરમાં આવે છે.

આ પણ વાંચો – કોંગ્રેસ માટે વધુ એક સંકટ, 10 ટકાથી ઓછી બેઠક, ગુજરાતમાં વિપક્ષ નેતાનું પદ પણ ગુમાવી શકે છે

નગરપાલિકાના સભ્યથી સીએમ સુધી

વિધાનસભા ચૂંટણી લડ્યા પહેલા ભૂપેન્દ્ર પટેલ સ્થાનીય રાજનીતિમાં સક્રિય હતા. તે અમદાવાદ જિલ્લાની મેમનગર નગરપાલિકાના સભ્ય રહેલા છે. બે વખત તેના પ્રમુખ પણ રહ્યા હતા. તે 2008થી 2010 વચ્ચે અમદાવાદ નગર નિગમ (એએમસી)ના સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. આ પછી તે 2010 અને 2015 વચ્ચે એએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. 2015થી 2017 વચ્ચે ઔડા(AUDA)ના અધ્યક્ષના રુપમાં કામ કર્યું હતું. સ્થાનિક કાર્યકરો ભૂપેન્દ્ર પટેલને પ્રેમથી દાદા કહીને બોલાવે છે.

ક્રિકેટ અને બેડમિન્ટન રમવું પસંદ

ભૂપેન્દ્ર પટેલના પત્નીનું નામ હેતલબેન છે. તે હાઉસ વાઇફ છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. દીકરો એન્જિનિયર છેદીકરી ડેન્ટિસ્ટ છે. ભૂપેન્દ્ર પટેલના અમદાવાદના શીલજમાં રહે છે. તે આધ્યાત્મિક ગતિવિધિઓ સાથે-સાથે ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમત રમવાનું પસંદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ