/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Who-is-Yogi-Patel.jpg)
યોગી પટેલ કોણ છે
US Election Yogi Patel : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલ પણ અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તેમણે વિકાસ માટેનો તેમનો આખો મેપ જણાવ્યો હતો. જેમાં વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખી અન્ય પાંસાઓને ધ્યાનમાં લીધા હતા.
જાણો કોણ છે યોગી પટેલ
અમેરિકાના લોસ એન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે અને વિદેશમાં રહીને કેમિકલ એન્જિયર બન્યા હતા. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે, તો કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ તેમનું મોટુ નામ માનવામાં આવે છે. હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.
યોગી પટેલ પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે
વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે.
યોગી પટેલે જણાવ્યું હતું કે, અગાઉના વહીવટીતંત્રની પુનઃપ્રાપ્તિ કરતા તેમની પાર્ટી દ્વારા 23 ગણી ઝડપથી નોકરીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. અમેરિકાએ 7 મિલિયન નવી નોકરીઓને જન્મ આપ્યો – સરકારી નિષ્ણાતોના અંદાજા કરતાં ત્રણ ગણા કરતાં આ આંકડો વધુ છે.
તેમણે કહ્યું કે, મધ્યમ-વર્ગની કૌટુંબિક આવક લગભગ 6,000 વધી છે - અગાઉના સમગ્ર વહીવટ દરમિયાનના લાભો કરતાં પાંચ ગણા કરતાં વધુ છે. બેરોજગારીનો દર 3.5 ટકા પર પહોંચ્યો છે, જે અડધી સદીમાં સૌથી નીચો છે. પહેલા કરતાં વધુ અમેરિકનોએ રોજગારી નોંધાવી છે - લગભગ 160 મિલિયન. જોબલેસ ક્લેમ લગભગ 50 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે.
અમેરિકન કામદારોને બચાવવા માટે અનેક પગલા લેવામાં આવ્યા
અન્યાયી વેપાર પ્રથાઓનો સામનો કરવા માટે મજબૂત પગલાં લીધાં અને અમેરિકાને પ્રથમ સ્થાન આપ્યું લગભગ 70 વર્ષમાં પ્રથમ વખત યુનાઇટેડ સ્ટેટ્સ નેટ એનર્જી નિકાસકાર બન્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ હવે વિશ્વમાં ઓઈલ અને કુદરતી ગૅસના ઉત્પાદનમાં નંબર વન છે.
અમેરિકાના કામદારો અને પરિવારો માટે રોકાણ
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલે અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓએ વિકાસ માટે પોતે આખો મેપ જણાવ્યો હતો. જેમાં વિવિધ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, અમેરિકન કામદારો અને તેઓના ફેમિલીને પરવડે એવું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ચાઈલ્ડ કેર એડવાન્સ એપ્રેન્ટિસશિપ કરિયર જેમાંથી સારા પૈસા રળી શકાય. આ ઉપરાંત વીમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ અને પ્રોસ્પેરિટી જેવા કાર્યક્રમ લોંચ કરવામાં આવશે. સરકાર મહિલાઓને બેઠી કરવા મહિલા આધારિત કાર્યક્રમ કરશે.
આ પણ વાંચો - US Presidential Election: જો બિડેનનો ચૂંટણીમાંથી ખસી જવાનો અર્થ શું છે? કેમ ભારત અમેરિકા પર નજર રાખી રહ્યું?
તેમણે કહ્યું કે, અમેરિકનોની જોબ બચાવી લેવા માટે વિદેશી સસ્તા મજૂરોને નકારી દીધા હતા. આ સાથે આશરે 3.4 ટ્રિલિયન ડોલર મોટામાં મોટું નાણાકીય આર્થિક પેકેજ આપીને અમેરિકાના અર્થતંત્રને બચાવી લેવાયું હતું. તેમણે કહ્યું કે, તેમની સરકાર દ્વારા સ્મગલિંગ, કબૂતરબાજી અને આતંકવાદીઓને પરાસ્ત કરીને તેઓના આકાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે સારા પગારવાળી નોકરીઓ માટે અદ્યતન એપ્રેન્ટિસશીપ કારકિર્દી માર્ગો, વિમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) પહેલ શરૂ કરી, જેથી મહિલાઓ આર્થિક સશક્તિકરણ વધ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us