અમદાવાદ : પત્નીએ બિલ્ડર પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય સહિત સાસરીયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Ahmedabad News : અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં પત્નીએ ગોતા (Gota) માં રહેતા બિલ્ડર (Builder) પતિ સામે ગંભીર આક્ષેપો સાથે સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ (mental torture) આપતા હોવાની ફરિયાદ નોંધાવી.

Ahmedabad News : અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં પત્નીએ ગોતા (Gota) માં રહેતા બિલ્ડર (Builder) પતિ સામે ગંભીર આક્ષેપો સાથે સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ (mental torture) આપતા હોવાની ફરિયાદ નોંધાવી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Police | Ahmedanad |

અમદાવાદમાં હત્યા

Ahmedabad News : અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય સહિત સાસરિયા વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસ સહિત દહેજની ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, મહિલાએ તેના પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી જાણ બહાર છૂટાછેડા પર સહિઓ કરાવી લીધાનો પણ આક્ષેપ કર્યો છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીત મહિલાએ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલ તેના પતિ અમિત પટેલ તથા સસરા શંકરભાઈ પટેલ, સાસુ અને જેઠાણી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે, આ સિવાય પત્નીએ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ સહિત જબરદસ્તી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરવા, વારંવાર માર મારવા, તથા મારી નાખવાની ધમકી આપી છૂટાછેડાના કાગળો પર સહીઓ કરાવી લેવા અંગે ફરિયાદ આપી છે.

પત્નીએ આપેલી ફરિયાદ અનુસાર, '2005માં મારા લગ્ન થયા હતા, શરૂઆતમાં લગ્ન જીવનમાં બધુ બરાબર ચાલતુ હતું, અમારે 11 વર્ષનો દીકરો પણ છે, પરંતુ 2013માં પતિએ કન્સટ્રક્શનનો ધંધો શરૂ કર્યો જેમાં તેમને વધુ સારો નફો થવા લાગેલ, અને તેઓ ત્યારબાદ એક યુવતીના સંપર્કમાં આવ્યા અને તેની સાથે પણ સંબંધ રાખવા લાગ્યા, આ બાબતની જાણ મને થતા મે તેમને સમજાવ્યા પરંતુ મારા પતિ માન્યા નહી અને અન્ય યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યા, જેને પગલે ઘરમાં ઝગડા શરૂ થયા, તેમણે મને ધમકી આપી કે, હું શુ કરૂ છું તે તારે પંચાતમાં નહી પડવાનું તારે ઘર સંભાળવાનું અને છોકરાને સંભાળવાનો, તેમ કહી મારઝૂડ કરતા'.

પત્નીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, 'ત્યારબાદ ઓક્ટોબર 2021માં તેઓ મને ફરવા લઈ જવાનું કહી ગાડીમાં લઈ ગયા અને જગતપુર ખાતે ગાડી રોકી ધંધા માટે એક જરૂરી કાગળો છે, તેમાં તારી સહી જોઈએ છે તેમ કહી કોઈની પાસે કાગળો મંગાવ્યા, ત્યારબાદ થોડી ગાડી આગળ લઈ જઈ રોકી અને મારા ગળા પર ચપ્પુ મુકી, મારી જાણ બહાર મારી પાસે છૂટાછેડાના કાગળો પર સહીઓ કરાવી લીધી, અને મને અને મારા દીકરાને મારી નાખવાની ધમકી આપી તે કાગળો મને જબરદસ્તી વાંચવાનું કહી રેકોર્ડિંગ કરી લીધુ.'

Advertisment

આ પણ વાંચો - જીવિત અને સ્વસ્થ્ય મહિલાને વડોદરામાં મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું, તપાસમાં સામે આવ્યો ગજબ સંયોગ…

પત્નીએ સોલા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં 'પતિ અમિત પટેલ વિરુદ્ધ વારંવાર બોલાચાલી કરી મારઝૂડ કરવા, તથા મારા ગળાના ભાગે ચપ્પુ મુકી જબરદસ્તી છૂટાછેડાના કાગલો પર સહી કરાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા, તથા મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તથા પ્રાઈવેટ પાર્ટ પર લાતો મારવા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે, તો સાસુ, સસરા અને જેઠાણી વિરુદ્ધ પતિનું ઉપરાળુ લઈ, તેને ગંદી ગાળો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ માટે 2 કરોડની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.'

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત