અવૈધ સંબંધનો કરૂણ અંજામ! ગુજરાતના મોરબીમાં પત્નીએ પતિને માથામાં કુલ્હાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

wife killed husband in morbi : ગુજરાત (Gujarat) ના મોરબી જિલ્લાના વાંકાનેર (wankaner) નજીક શિવ ઈન્ડસ્ટ્રીઝ કામદાર વસાહતમાં પત્નીએ પતિની કુલ્હાડીના ઘા મારી હત્યા કરી, પતિ અન્ય મહિલા સાથે ફોન પર વાત કરતા પત્ની ગુસ્સે થઈ હતી, પોલીસે (Police) મહિલાની કરી ધરપકડ.

wife killed husband in morbi : ગુજરાત (Gujarat) ના મોરબી જિલ્લાના વાંકાનેર (wankaner) નજીક શિવ ઈન્ડસ્ટ્રીઝ કામદાર વસાહતમાં પત્નીએ પતિની કુલ્હાડીના ઘા મારી હત્યા કરી, પતિ અન્ય મહિલા સાથે ફોન પર વાત કરતા પત્ની ગુસ્સે થઈ હતી, પોલીસે (Police) મહિલાની કરી ધરપકડ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
wife killed husband | morbi | Crime |

પત્નીએ શંકામાં પતિની કુલ્હાડી મારી હત્યા કરી દીધી

wife killed husband in morbi : મધ્યપ્રદેશની એક મહિલાએ ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેર નગર નજીકના એક કારખાનામાં કથિત રીતે તેના પતિની કુહાડી વડે હત્યા કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની પત્નીને શંકા હતી. આ દંપતીએ ચાર મહિના પહેલા જ લગ્ન કર્યા હતા અને માત્ર પાંચ દિવસ પહેલા જ એક કારખાનામાં કામ કરવા ગુજરાત આવ્યા હતા.

Advertisment

પત્નીએ પતિ પર કુલ્હાડીથી પાંચ-છ વાર કર્યા

પોલીસે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીક દુવા-માટેલ રોડ પર આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાં કામદારોની વસાહતમાં તેમના ક્વાર્ટર્સમાં ઝઘડા દરમિયાન કાલી ડામોરે તેના પતિ અર્જુન ડામોર (20) પર ગુરુવારે સવારે 3 વાગ્યે કુહાડી વડે પાંચથી છ વાર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત અર્જુનને મોરબી શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, બાદમાં તેમને વધુ સારવાર માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ, જે રાજકોટ સિવિલ હોસ્પિટલ તરીકે જાણીતી છે, ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) બળવંત સોનારાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ આ વ્યક્તિનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું."

પતિ અન્ય મહિલા સાથે ફોન પર વાત કરતા પત્ની થઈ ગુસ્સે

સોનારાએ વધુમાં જણાવ્યું હતું કે, “મહિલા તેના પતિ પર ગુસ્સે હતી કારણ કે, તે ફોન પર અન્ય મહિલા સાથે વાત કરી રહ્યો હતો. આ પછી ઝપાઝપી થઈ હતી જેમાં, મહિલાએ કુહાડી પકડીને તેના પતિના માથા પર કુહાડીથી પાંચથી છ વાર માર્યો હતો.”

Advertisment

ગુરૂવારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે કાલી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અર્જુનના પિતા સુમસિંહ ડામોરની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં સુમસિંહને ટાંકવામાં આવ્યું હતું કે, અર્જુનની બાજુના ક્વાર્ટરમાં રહેતા એક સંબંધીએ ગુરુવારે સવારે 3 વાગ્યે તેમને જગાડ્યા અને કહ્યું કે અર્જુનની પત્ની કાલીએ અર્જુન પર કુલ્હાડીથી હુમલો કર્યો છે. કારખાનાના પરિસરમાં પાર્ક કરેલી ટ્રકમાં સૂઈ ગયેલા પિતા જ્યારે ક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે તેમણે ક્વાર્ટરના ફ્લોર પર લોહીના ખાબોચિયા જોયા અને કાલી અર્જુનની બાજુમાં ઉભી હતી. FIRમાં પિતાએ એ પણ નોંધ્યું છે કે, ક્વાર્ટરમાં લોહીથી ખરડાયેલી કુહાડી પણ પડી હતી.

એફઆઈઆરમાં પિતાને ટાંકીને જણાવ્યું હતું કે કાલીએ કથિત રીતે તેને કહ્યું હતું કે, “જ્યારે મેં અર્જુનની પત્નીને પૂછ્યું કે શું થયું છે, ત્યારે કાલીએ મને કહ્યું કે, અર્જુન ફોન પર બીજી સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે મેં તેને ફોન પર બીજી મહિલા સાથે વાત ન કરવાનું કહ્યું ત્યારે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. તેણે મને મારી નાખવાના ઈરાદાથી મારા પર ઘા કર્યો, તો મે મારા બચાવમાં અમારા રૂમમાં પડેલી કુહાડી ઉપાડી અને અર્જુન પર કુહાડી મારી.”

પતિ-પત્ની એમપીના રહેવાસી

પોલીસે જણાવ્યું કે, ડામોર મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના જાબુઆ તહસીલના નલ્દી બાડી ગામનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, કાલીના મામાનો દીકરો અજુ ભુરિયા શિવ ઈન્ડસ્ટ્રીઝમાં લેબર કોન્ટ્રાક્ટર છે અને તેના મારફત સુમસિંહ, તેનો પુત્ર અર્જુન અને અર્જુનની પત્ની કાલી પાંચ દિવસ પહેલા ફેક્ટરીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, કાલી એમપીના જાબુઆ જિલ્લાના બજના તહસીલના કુંદનપુર ગામની વતની છે.

આ પણ વાંચો - Crime News: આર્મી જવાને પહેલા પત્ની અને 2 મહિનાની પુત્રીનું ગળું દબાવ્યું, પછી પેટ્રોલ છાંટી સળગાવી દીધા

પોલીસે જણાવ્યું હતું કે, મહિલા તેના પતિ પર જીવલેણ હુમલો કર્યા પછી ભાગી ન હતી અને તેઓ તેને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયામાં છે.

ગુજરાતી ન્યૂઝ મોરબી ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ ગુજરાત