Today Weather, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા પડી રહી છે જેના પગલે ગુજરાત સહિતના મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોંજુ ફરી રહ્યું છે. રાજ્યનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી નજીક પહોંચવા આવ્યું છે.તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર પ્રસરી રહી છે. ચાલો જાણીએ કે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ-હરિયાણા અને ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે.
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં દરરોજ ઠંડી વધી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજ્યમાં 14 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન રહ્યું છે.
દિલ્હીમાં આ પ્રકારનું હવામાન રહેશે
હવામાન વિભાગ અનુસાર 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાજધાનીમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. સવારે અને સાંજે રસ્તાઓ પર હળવું ધુમ્મસ છવાયેલું રહેશે. દરમિયાન, દિલ્હીમાં મહત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
IMD મુજબ 13 થી 15 ડિસેમ્બર સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.
પંજાબ અને હરિયાણામાં ઠંડીનું મોજું પ્રસરે તેવી સંભાવના છે
IMD મુજબ 13 થી 14 ડિસેમ્બર દરમિયાન પંજાબ, હરિયાણા, આસામ અને મેઘાલયમાં ઠંડીનું મોજું આવવાની સંભાવના છે. 13 અને 14 ડિસેમ્બરે સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.
SIR અંતર્ગત ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે
હવામાન વિભાગે પટના, ભાગલપુર, પૂર્ણિયા, ગયા અને આરા સહિત બિહારના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સવાર અને સાંજ રસ્તાઓ પર ધુમ્મસ છવાયું રહેશે.





