Gujarat Winter : ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત, સવારે ઠંડીનો અહેસાસ, તાપમાનમાં સામાન્ય ઘટાડો

Gujarat winter Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. ઠંડીનો પગ પેસારો થઈ રહ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે.

Gujarat winter Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. ઠંડીનો પગ પેસારો થઈ રહ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Today Weather Forecast Update

ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત - Express photo

Gujarat winter Today Weather, Aaj Nu Havaman : ગુજરાતમાં અત્યાર સુધી વરસાદી માહોલ રહ્યા બાદ હવે અંતે ચોમાસાએ વિદાય લીધી છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પગ પેસારો થઈ રહ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઠંડીનું આગમન થવા લાગ્યું છે. જેની અસર પણ આગામી દિવસોમાં થવા લાગશે.

Advertisment

ગુજરાતના તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારના દિવસે સરેરાશ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ લઘુતમ તાપમાન બે ડિગ્રી ઘટીને 22 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે ઉતરીને 19.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુમાં બરફવર્ષા ઠંડીમાં વધારો કરશે.

દરમિયાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થવાની ધારણા છે. જોકે, હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરમાં દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્યથી ઉપર રહેશે.

આ પણ વાંચોઃ- સુરત ભાજપ કાર્યાલયમાં મારામારી અને ખુરશીઓ ફેંકાઈ, હવે પાર્ટીએ નોટિસ ફટકારી માંગ્યો જવાબ

Advertisment

હવામાન નિષ્ણાતો કહે છે કે વ્યાપક વરસાદ અને હિમવર્ષા સંક્રમણકારી શીત લહેરની શરૂઆત સૂચવે છે. દેશના કેટલાક ભાગોમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે.

ગુજરાત વેધર ન્યૂઝ શિયાળો