Weather Updates: ઉત્તર ભારતમાં ફૂંકાશે બરફીલા પવન, ક્યાંક ક્યાંક વરસાદ પડશે, ગુજરાતમાં કેવો છે શિયાળો?

Gujarat Weather updates, IMD winter forecast : ઉત્તર ભારતના લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો શીત વેવની પકડમાં છે. લદ્દાખમાં પારો -20.2 ડિગ્રી અને કાશ્મીરમાં -6.2 ડિગ્રી સુધી નીચે ગયો.

Gujarat Weather updates, IMD winter forecast : ઉત્તર ભારતના લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો શીત વેવની પકડમાં છે. લદ્દાખમાં પારો -20.2 ડિગ્રી અને કાશ્મીરમાં -6.2 ડિગ્રી સુધી નીચે ગયો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Gujarat Weather updates, IMD winter forecast, Aaj Nu Havaman : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે. જેના પગલે મેદાન વિસ્તારમાં શીત લહેર વર્તાઇ રહી છે. રાજસ્થામ, ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતમાં પણ ઠંડા પવનોનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડી ધીમે ધીમે જામી રહી છે. ઉત્તર ભારતના લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો શીત વેવની પકડમાં છે. લદ્દાખમાં પારો -20.2 ડિગ્રી અને કાશ્મીરમાં -6.2 ડિગ્રી સુધી નીચે ગયો. પંજાબના આદમપુરમાં તાપમાન 2.6 ડિગ્રી અને રાજસ્થાનના સીકરમાં ત્રણ ડિગ્રી હતું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના નલિયામાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisment

જમ્મુ કાશ્મીર સહિત આજુબાજુના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે કહ્યું કે લદ્દાખના નેઓમામાં પારો માઈનસ 20.2 ડિગ્રી અને કાશ્મીરના પહેલગામમાં માઈનસ 6.2 ડિગ્રી થઈ ગયો છે. હિમાચલ પ્રદેશના કલ્પામાં તેમાં -2.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. દરમિયાન, નવીનતમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે છુટા છવાયા વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે.

22 થી 24 ડિસેમ્બર દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે અને 23 ડિસેમ્બરે ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

ગુજરાતમાં બુધવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ26.216.2
ડીસા26.314.8
ગાંધીનગર25.815.0
વલ્લભ વિદ્યાનગર25.916.3
વડોદરા26.615.0
સુરત30.019.6
વલસાડ33.219.0
દમણ31.219.2
ભુજ24.216.3
નલિયા24.612.2
કંડલા પોર્ટ29.217.0
કંડલા એરપોર્ટ24.716.0
ભાવનગર25.218.4
દ્વારકા23.620.0
ઓખા24.122.2
પોરબંદર28.619.4
રાજકોટ26.018.0
વેરાવળ28.219.1
દીવ2719.4
સુરેન્દ્રનગર25.516.0
મહુવા26.818.1
Advertisment

નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના

પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 22 ડિસેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. જો આવું થાય તો, પર્વતોમાં તાજી હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી અને તે પછી 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચારથી આઠ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 8 થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ઉપરાંત પંજાબના વિવિધ ભાગોમાં પણ ઠંડીનું મોજું જોવા મળ્યું હતું.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત