Gujarat weather : રાજ્યમાં ઠંડીનો પારો બે ડિગ્રી જેટલો ગગડ્યો, નલિયામાં 6.8 ડિગ્રી ઠંડી નોંધાઈ

Weather in Gujarat, Temperature in Gujarat: ગુજરાતમાં 24 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

Weather in Gujarat, Temperature in Gujarat: ગુજરાતમાં 24 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Temperature | Gujarat Weather Forecast

આજે ગુજરાતનું હવામાન, Gujarat Weather Today: ઠંડીમાં તાપણું કરીને ગરમાવો લેતા લોકો

Weather in Gujarat, Temperature in Gujarat: બે દિવસ વરસાદી વાતાવરણ રહ્યા બાદ ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં વાદળા હટતા ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે. ગુજરાતમાં 24 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સોમવારે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો નલિયામાં 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Advertisment

વહેલી સવારે ગાઢ ધુમ્મસ, કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા

ગુજરાતમાં ફરીથી ઠંડી પડવાનું શરુ થતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે ગુજરાતમાં પડેલી ઠંડીની વાત કરીએ તો નલિયા 6.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખા 18.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ગુજરાતમાં સોમવારે ક્યાં કેટલી ઠંડી પડી

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ27.716.0
ડીસા25.413.5
ગાંધીનગર26.514.3
વલ્લભ વિદ્યાનગર26.914.8
વડોદરા28.417.6
સુરત29.018.0
વલસાડ29.019.0
દમણ26.618.8
ભુજ29.412.4
નલિયા28.86.8
કંડલા પોર્ટ29.013.8
કંડલા એરપોર્ટ27.513.0
ભાવનગર27.614.8
દ્વારકા23.516.8
ઓખા24.318.4
પોરબંદર28.011.9
રાજકોટ29.212.2
વેરાવળ28.614.8
દીવ28.013.4
સુરેન્દ્રનગર 28.312.8
મહુવા30.014.5

ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમ વર્ષા થઈ રહી છે

ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર આસપાસના રાજ્યોમાં પણ થઇ રહી છે. આ રાજ્યોમાં આવેલા પ્રવાસન સ્થળો પણ હિમવર્ષાના કારણે પ્રવાસીઓનો ઘસારો વધી ગયો છે. જ્યારે હિમ વર્ષાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે.

Advertisment
આજનું હવામાન અપડેટ કોલ્ડ વેવ ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ શિયાળો