Weather in Gujarat, Temperature in Gujarat: બે દિવસ વરસાદી વાતાવરણ રહ્યા બાદ ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં વાદળા હટતા ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે. ગુજરાતમાં 24 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સોમવારે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો નલિયામાં 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે ગાઢ ધુમ્મસ, કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા
ગુજરાતમાં ફરીથી ઠંડી પડવાનું શરુ થતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે ગુજરાતમાં પડેલી ઠંડીની વાત કરીએ તો નલિયા 6.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખા 18.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
ગુજરાતમાં સોમવારે ક્યાં કેટલી ઠંડી પડી
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 27.7 | 16.0 |
ડીસા | 25.4 | 13.5 |
ગાંધીનગર | 26.5 | 14.3 |
વલ્લભ વિદ્યાનગર | 26.9 | 14.8 |
વડોદરા | 28.4 | 17.6 |
સુરત | 29.0 | 18.0 |
વલસાડ | 29.0 | 19.0 |
દમણ | 26.6 | 18.8 |
ભુજ | 29.4 | 12.4 |
નલિયા | 28.8 | 6.8 |
કંડલા પોર્ટ | 29.0 | 13.8 |
કંડલા એરપોર્ટ | 27.5 | 13.0 |
ભાવનગર | 27.6 | 14.8 |
દ્વારકા | 23.5 | 16.8 |
ઓખા | 24.3 | 18.4 |
પોરબંદર | 28.0 | 11.9 |
રાજકોટ | 29.2 | 12.2 |
વેરાવળ | 28.6 | 14.8 |
દીવ | 28.0 | 13.4 |
સુરેન્દ્રનગર | 28.3 | 12.8 |
મહુવા | 30.0 | 14.5 |
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમ વર્ષા થઈ રહી છે
ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર આસપાસના રાજ્યોમાં પણ થઇ રહી છે. આ રાજ્યોમાં આવેલા પ્રવાસન સ્થળો પણ હિમવર્ષાના કારણે પ્રવાસીઓનો ઘસારો વધી ગયો છે. જ્યારે હિમ વર્ષાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે.