Ambardi Safari Park : આંબરડી સફારી પાર્કમાં વરુના જન્મેલા છ બચ્ચાંના એક સાથે મોત, પુનઃ સ્થાપન પર ખતરો?

Ambardi Safari Park, Wolf cubs died, અંબારડી સફારી પાર્ક ખાતે રાજ્યના વન મંત્રી મુળુભાઇ બેરા ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિ ને પુનઃ સ્થાપન માટે 6 વરૂને રિલીઝ કરવામાં આવ્યા હતા.

Ambardi Safari Park, Wolf cubs died, અંબારડી સફારી પાર્ક ખાતે રાજ્યના વન મંત્રી મુળુભાઇ બેરા ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિ ને પુનઃ સ્થાપન માટે 6 વરૂને રિલીઝ કરવામાં આવ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ambardi sfari park, amreli news, gujarati news

અંબારડી સફારી પાર્ક

આંબરડી સફારી પાર્ક અહેવાલ યશપાલ વાળા (અમરેલી): અમરેલી જિલ્લાના ધારી નજીકના સફારી પાર્કમા આઠ દિવસ અગાઉ જ મહેમાન થયેલા અને જેની વસ્તી વધારવાની મોટી જાહેરાત કરવામા આવી હતી તેવા શેડ્યૂલ એકના વન્ય પ્રાણી એવા વુલ્ફ (નાર)ના એકસાથે 6 બચ્ચા જન્મ સાથે જ મોતને ભેટતા અનેક સવાલો ઉભા થયા છે.

Advertisment

ગત્ તા.23.01.2024 ના રોજ આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના વન મંત્રી મુળુભાઇ બેરા દ્વારા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિ ને પુનઃ સ્થાપન માટે 6 વરૂને રિલીઝ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વરૂને પુન: સ્થાપન કરવાનો પ્રયાસ થયો હતો.આ વરૂઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢથી વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી અહીં લાવવામાં આવ્યા હતા.

આંબરડી સફારી પાર્ક : રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થયેલા વરૂને ફરી વસાવવા કવાયત

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થયેલા વરૂને ફરી વસાવવા કવાયત હાથ ધરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં એક સમયે વરૂની ખુબ મોટી વસ્તી હતી.પરંતુ હાલમાં આ પ્રજાતિ આ વિસ્તારમાં નામશેષ થઇ ગઇ છે.ત્યારે વન તંત્ર દ્વારા વરૂને આ વિસ્તારમાં ફરી વસાવા પ્રયાસ હાથ ધરાયો હતો. 6 વરૂને આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવ્યા હતા.આઠેક માસ બાદ તેની ટ્રેનિંગ આપ્યા પછી મૂકત વાતાવરણ માં છોડી દેવાશે. પરંતુ વન વિભાગ આંબરડી સફારી પાર્કના સ્ટાફ ની બેદરકારી ના કારણે તાજા જન્મેલા 6 બચ્ચાં નું મોત થયેલ છે. સારવારની અભાવ ના કારણે પણ મોત થયાના સમાચાર એ જોર પકડ્યું છે.

Advertisment

આંબરડી સફારી પાર્ક : વન વિભાગે કુદરતી મૃત્યુનું કારણ દર્શાવ્યું

આંબરડી સફારી પાર્કમાં સિંહની સાથે આ અગાઉથી ચિતલ, ચિંકારા અને નીલગાય જેવા પ્રાણીઓ પણ હતા. વન તંત્ર દ્વારા થોડા સમય પહેલા પાર્કમાં કાળિયાર અને ઝરખ પણ છોડવામાં આવ્યા હતા. જેમાં થોડા સમય પહેલા બે કાળિયાર ના પણ મોત થયેલા હતા. જેમાં વન તંત્ર ને પુછપરછ કરતા કુદરતી મૃત્યુ નું કારણ દર્શાવી દીધેલ છે. પરંતુ પાર્ક બહારના દીપડા અહીં ફેન્સિંગ ટપીને પાર્કમાં આવી જાય છે. અને શિકારની માવજત ઉઠાવતા હોય છે. જે સંદર્ભે પણ વન વિભાગ નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગી રહ્યું છે.

ambardi sfari park, amreli news, gujarati news
અંબારડી સફારી પાર્ક

આંબરડી સફારી પાર્ક : ગુજરાત માં 150 થી 300 વરૂ ની ધરણાં

ગુજરાત માં 150 થી 300 વરૂ ની ધરણાં કરવામાં આવે છે. વેળાવદર, રાજકોટના રામપરા વિસ્તારમાં વગેરે નાના - નાના પોકેટમાં વરૂ દેખાય છે. પરંતુ વન વિભાગ ધારી ની ઘોર બેદરકારી ના કારણે આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવેલ વરૂ ની પ્રજાતિ ને ખતરો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જંગલમા વન્યજીવ મોતને ભેટે તો અનેક બહાના આગળ ઘરે છે.પરંતુ અહિ તો વનવિભાગના સ્ટાફને સુપરવિસન કરવાનુ સાવ સરળ હોય છે. કારણ કે સી.સી.ટી.વી. થી તથા સવયમ પણ મોનિટરીગ કરી શકે છે.

કારણે અહિ માત્ર પાજરાના પ્રાણી જે પાજરામા જ હોય છે કોઈ મોટો વિસ્તાર સ્કેન કરવાનો રહેતો નથી છતા જો વન્યજીવના મોત થાય તો જંગલમા અનેક કિલોમીટરના વિસ્તારમા જ્યારે વન્યજીવની રક્ષા કરવાની થાય તો કેવી સુરક્ષા થતી હશે તે પણ એક મહત્ત્વનો સવાલ છે.

તેમજ સફારી પાર્કમા અગાઉ પણ આવી રીતે વન્યજીવ મોતને ભેટયા છે. તે સર્વવિદિત છે.તેમજ પાર્ક ચોરી થયેલ ત્યારે પણ વન એકટીવીસટો દ્વારા અંદરના વન્યજીવ કેટલા સુરક્ષીત છે તે અંગે તપાસની તથા યોગ્ય સુરક્ષાની માંગ કરી હતી પરંતુ દરેકવાર ફુલગુલાબી ચિત્ર રજુ કરતુ વનતંત્ર કોઈ તપાસ કે કાર્યવાહી કર્યા વગર જ સંતોષ માની લીધો હતો.

આ પણ વાંચોઃ- ટ્રેનની અડફેટે દાયકામાં 21 સિંહના મોત, રેલવે એ નવી ‘સુરક્ષા મિકેનિઝમ્સ’ મૂકી

સફારી પાર્કના આર.એફ.ઓ.ને એ.સી.એફ.નો વધારાનો ચાર્જ

સફારી પાર્કના આર.એફ. ઓ. વર્ષોથી એ.સીએફના ચાર્જમા પણ છે. જેની હેઠળ 3 રેન્જનુ મોનિટરીગ કરવાનુ હોય છે. તેવામા આ રેન્જર પોતાના તાબા હેઠળના પાર્કમા પાજરામાં રહેલા વન્યજીવ તથા અન્યની મોનિટરીગમા ઉણા ઉતરયા છે. તેવામા અન્ય રેન્જનુ મોનિટરીગમા કેવી હાલત હશે એ સમજીશકાય છે.કારણ કે અહિ માત્ર કાગળ પર ફેરણા ઓ થતા હોવાની ચર્ચા છે. તેમજ એ.સી ચેમ્બરમા બેસી સબસલામતની વાતો ચલાવવામા આવે છે. ત્યારે તેમની પાસે રહેલા વધારાનો ચાર્જ અનેક સવાલો ઉભા કરે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત