World Cup 2023 IND vs AUS Final : વર્લ્ડકપની ફાઇનલ મેચની ટિકિટ બ્લેકમાં વેચવા બદલ અમદાવાદના શખ્સની ધરપકડ

world cup 2023 india vs australia final : અમદાવાદ (Ahmedabad) માં ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલની બ્લેકમાં ટિકિટ (Black Ticket) વેચનારની અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ધરપકડ (Arrest) કરી છે.

Written by Kiran Mehta
November 18, 2023 16:10 IST
World Cup 2023 IND vs AUS Final : વર્લ્ડકપની ફાઇનલ મેચની ટિકિટ બ્લેકમાં વેચવા બદલ અમદાવાદના શખ્સની ધરપકડ
ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ બ્લેક ટિકિટનો મામલો

World Cup 2023 IND vs AUS Final : અમદાવાદમાં એક 21 વર્ષીય યુવકની શુક્રવારે સાંજે આગામી ભારત વિ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટો કાળા બજારમાં વેચવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપીની ઓળખ અમદાવાદના સરદારનગરના હાંસોલના મિલન ઠાકુરદાસ પેશુમલ મુલચંદાની તરીકે થઈ હતી. તેના પર ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 (1) અને 131 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

રવિવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સની હાજરીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે.

બોડવદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, આરોપી નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સિંધુ ભવન રોડ પર નજરે પડ્યો હતો. શારીરિક તપાસ પછી, ખબર પડી કે તેની પાસે છ ટિકિટ હતી, જેમાં પ્રત્યેકની કિંમત 6,000 રૂપિયાની ચાર ટિકિટો અલગ-અલગ સીરીયલ નંબર ધરાવતી હતી. અન્ય બે ટિકિટની કિંમત 3,500 રૂપિયા હતી. જોકે, તે તેને 25 થી 35 હજાર રૂપિયામાં કાળાબજારમાં વેચતો હતો, તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

વધુ પૂછપરછ પર, એવું બહાર આવ્યું કે, આરોપીઓએ ટિકિટો નિયમિત વેચાણ દરમિયાન ઓનલાઈન ખરીદી કરીને ખરીદદારોને ઊંચા ભાવે વેચવા માટેની કોશિસ કરી રહ્યો હતો, FIR મુજબ.

બોદવદેવ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સુનીતા પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “તેમણે તેની ટિકિટ ખરીદવા ખરીદદારોનો સંપર્ક કેવી રીતે કર્યો, તે સમજવા માટે તપાસ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ